ગુજરાત

gujarat

Bhavnagar Crime: ભાવનગરના વળાવડ ગામમાં પ્લોટ બાબતે થયું ધીંગાણું, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

By

Published : Mar 31, 2023, 12:17 PM IST

ભાવનગરમાં આવેલા સિહોરના વળાવડ ગામે જમીન બાબતે આજુબાજુમાં રહેતા પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું હતું. બંને પાડોશી વચ્ચે ખાલી પ્લોટની માલિકી માટે ઘરના બધા સભ્યો બંને જૂથના સામ સામે ધીંગાણામાં ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્લોટ બાબતે થયું ધીંગાણું, 20 જેટલા ઇજાગ્રસ્ત બાદ પોલીસ ગોઠવાઈ
પ્લોટ બાબતે થયું ધીંગાણું, 20 જેટલા ઇજાગ્રસ્ત બાદ પોલીસ ગોઠવાઈ

ભાવનગર: મિલકતને લઇને લોકોમાં ખુબ હરીફાઈ જોવા મળી રહી છે. મિલકતને લઇને લોકો મારામારી કરે છે. આટલેથી પતી જતું નથી. મારામારી એટલી હદ સુધી કરે છે કે એકબીજા લોહી લુહાણ થઇ જાઇ છે. આવો જ બનાવ ભાવનગરમાં આવેલા સિહોરમાં બન્યો છે. વળાવડ ગામે એક પ્લોટ પર બે ગામના લોકોની નજરને પગલે ધીંગાણું સર્જાયું હતું. જો કે એક શખ્સને મંજૂરી મળતા તેના દ્વારા બાંધકામ ચાલુ હોય તયરે બીજા પક્ષે વિવાદ સર્જાયા બાદ ધીંગાણામાં મામલો પરિણમ્યો હતો.જો કે બાદમાં પોલીસ કાફલો ગોઠવાયો અને એક પક્ષ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

ચુસ્ત બંદોબસ્ત: ભાવનગર સિહોરના વળાવડ ગામે જમીન બાબતે આજુબાજુમાં રહેતા પાડોશીઓ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું. બંને પાડોશી વચ્ચે ખાલી પ્લોટની માલિકી માટે ઘરના બધા સભ્યો બંને જૂથના સામ સામે ધીંગાણામાં ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ સિહોર અને સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે બનાવ બાદ પોલીસે વળાવડ ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું વળાવડ ગામેભાવનગર જિલ્લાના સિહોર નજીક 5 km આવેલા રાજકોટ રોડ ઉપરના વળાવડ ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું.

માલિકી માટે ધીંગાણું: બંને જૂથમાં મહિલાઓ અને પુરૂષો આમને સામને બાખડયા હતા. આશરે બંને જૂથના 20 લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. તલવાર,ધારીયા અને ધોકા વડે સશસ્ત્ર ધીંગાણું જમીન બાબતે થયું હતું. બંને જૂથના શખ્સો આજુબાજુમાં રહે છે ત્યારે વચ્ચે ખાલી પ્લોટની માલિકી માટે ધીંગાણું થયું હોવાનું પોલીસ વર્તુળમાંથી જાણવા મળ્યું છે.જો કે બનાવ બાદ મસમોટો પોલીસ કાફલો સુરક્ષા હેતુ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Bhavnagar corporation budget: શિક્ષણ વિભાગને મળતા ફંડમાં કાપ, કરોડોના બજેટમાં કેટલાક કામ પેંડિંગ

જૂથ વચ્ચે અથડામણ:બે આજુબાજુમાં રહેતા પાડોશીઓ છે અને તેમની વચ્ચે ખાલી પ્લોટ છે. જેમાં મનજીભાઈ જીણાભાઈ મકવાણાને ખાલી પ્લોટ મળતા બાજુમાં રહેતા પ્રવીણ માધાભાઈ ખીમસૂરિયાને પણ પ્લોટ જોઈતો હોઈ ત્યારે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મનજીભાઈને ખાલી પ્લોટ મળતા બાંધકામ શરૂ કરેલું જેને પગલે અથડામણ થઈ હતી. હાલ બધા સારવારમાં સર ટી હોસ્પિટલમાં છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે.--સિહોર પોલીસ સ્ટેશનના પી આઈ એચ જી ભરવાડ

આ પણ વાંચો Bhavnagar Crime : 8 પેઢીના નામે બોગસ બીલિંગ બનાવવા મામલે ચાર સામે ફરિયાદ, એક ઝડપાયો

જાનથી મારી નાખવાની ધમકી:વળાવડ ગામે થયેલી જૂથ અથડામણમાં ખાલી પ્લોટ મળ્યો હોવાથી બાંધકામ કરતા મનજી જીણા મકવાણાના ભત્રીજા દિલીપ શામજી મકવાણા પણ ઇજાગ્રસ્ત થતા સામા પક્ષના 7 શખ્સો સામે સશસ્ત્રો સાથે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પ્રવીણ માધા ખીમસૂરિયાને એ ખાલી પ્લોટ જોઈતો હોવાથી તે આપી દેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી સાથે ફરિયાદ નોધાવી હતી. જો કે હાલ એક પક્ષ તરફથી ફરિયાદ નોંધાઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખીમસૂરિયા પક્ષના એક સભ્ય ભાજપમાં અને તાલુકા પંચાયતના સદસ્ય હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details