ETV Bharat / state

Bhavnagar corporation budget: શિક્ષણ વિભાગને મળતા ફંડમાં કાપ, કરોડોના બજેટમાં કેટલાક કામ પેંડિંગ

author img

By

Published : Mar 29, 2023, 10:12 AM IST

Bhavnagar corporation budget: શિક્ષણ વિભાગને મળતા ફંડમાં કાપ, કરોડોના બજેટમાં કેટલાક કામ પેંડિંગ
Bhavnagar corporation budget: શિક્ષણ વિભાગને મળતા ફંડમાં કાપ, કરોડોના બજેટમાં કેટલાક કામ પેંડિંગ

સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સતત ચર્ચામાં રહેતા ભાવનગર શહેરનું બજેટ કોર્પોરેશનમાં મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ કરોડોના આ બજેટમાં એજ્યુકેશન ક્ષેત્રમાં ફાળવવામાં આવેલા નાણામાં મોટી કાતર ફેરવી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાનું સિલકનું બજેટ 1278.96 કરોડ બજેટ પાસ થયું છે. પાણી ચાર્જના વધારો અને ટેમ્પલ બેલ પગલે સર્વિસ ચાર્જનું મોટુ એલાન કર્યું છે. ડ્રેનેજ વિભાગમાં ગત વર્ષના કામો હજુ બાકી ભાવનગર મહાનગરપાલિકાના અંદાજપત્ર વિભાગમાં કેટલાક કામો હજુ પડતર બતાવવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગને મળતા ફંડમાં કાપ, કરોડોના બજેટમાં કેટલાક કામ પેંડિંગ

ભાવનગર: ડ્રેનેજ વિભાગમાં ગત વર્ષના કામો હજુ બાકી ભાવનગર મહાનગરપાલિકાના અંદાજપત્ર વિભાગમાં કેટલાક કામો હજુ પડતર બતાવવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિનું બજેટ અને મહાનગરપાલિકાનું બજેટ ભાવનગર શિક્ષણ સમિતિએ પોતાનું બજેટ 169 લાખનું સૂચિત અંદાજપત્ર મોકલી આપ્યું હતું. પરંતુ શિક્ષણ વિભાગને આપવામાં આવતા પૈસા ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે એવું આ બજેટમાં પુરવાર થાય છે. જોકે બજેટને લઈને થતી જુદી જુદી ચર્ચાઓને મામલે આકસ્મિક ખર્ચમાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોય એવું જોવા મળે છે.

આયોજનને રજૂ કરવામાં આવ્યા: ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રથમ શિક્ષણ સમિતિનું 159.12 લાખનું બજેટ મંજુર થયું હતું. ત્યાર બાદ મહાનગરપાલિકાનું વર્ષ 2023/24નું ઉઘડતી સિલકનું 1278.56 કરોડનું અને 1182.29 કરોડના ખર્ચવાળું અને 96.27 કરોડની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. વિપક્ષની ભૂમિકા બરફ જેવી શીતળ રહી હતી. ત્યારે બજેટમાં ગત વર્ષના બાકી કામો વચ્ચે આગામી વર્ષના આયોજનને રજૂ કરવામાં આવ્યા હતા.

મોડી રાત્રે ચર્ચાઓ: શિક્ષણ સમિતિનું બજેટ અને મહાનગરપાલિકાનું બજેટ ભાવનગર શિક્ષણ સમિતિએ પોતાનું બજેટ 169 લાખનું સૂચિત અંદાજપત્ર મોકલી આપ્યું હતું. મહાનગરપાલિકાએ તેમાં કાતરો ફેરવીને 159.12 લાખનું કરી નાખ્યું હતું. આમ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રથમ 159.12 લાખનું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું.ત્યાર બાદ બપોર પછી મહાનગરપાલિકાનું વર્ષ 2023/24 નું 1278.56 કરોડનું બજેટ ઉઘડતી સિલકનું રજૂ કરાયું હતું જેમાં 1182.29 કરોડનું ખર્ચવાળું અને 96.27 કરોડનું પૂરાંતવાળું રજૂ કરાયું હતું. મોડી રાત્રે ચર્ચાઓ સાથે પૂર્ણ થયું હતું.

મેળવેલી સિદ્ધિ: 2022/23 માં મહાનગરપાલિકાએ મેળવેલો અલગ અલગ વેરો ભાવનગર મહાનગરપાલિકાએ વર્ષ 2023 24 નું અંદાજપત્ર રજૂ કર્યું છે. પરંતુ તેની પહેલા વર્ષ 2022/23 માં પ્રજા પાસેથી મેળવેલો પાંચ પ્રકારનો વેરો લાખમાં જોઈએ. તો મિલકત વેરો 5122.65 લાખ, સફાઈ કર 3473.65 લાખ, શિક્ષણ ઉપકર 863.21 લાખ, પાણી ચાર્જ 1431.18 લાખ અને સ્ટ્રીટ લાઈટ કર 82.86 લાખ વસૂલાત કરેલો છે. મહાનગરપાલિકાએ 2022/23 માં અંદાજોની સામે મેળવેલી સિદ્ધિ રજૂ કરી છે.

આ પણ વાંચો Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ

વર્ષના કામો અધૂરા: યોજના વિભાગ નીચે હજુ ગત વર્ષના બાકી કામો ભાવનગર મહાનગર પાલિકાએ વર્ષ 2023/24 નું અંદાજપત્ર રજૂ કર્યું છે. તેમાં વર્ષ 2023 પૂર્ણ થવા છતાં પણ કેટલીક યોજનાઓ શરૂ છે. જેમાં 5.29 કરોડના ખર્ચ કૃષ્ણનગર ટીપી એરીયામાં સિવર અપગ્રેડેશન, 39.61 કરોડના ખર્ચે કંસારા નદીના સજીવીકરણ અને 55.39 કરોડના ખર્ચે રુવાપરી મંદિર પાસે વધુ 50 એમ એલ ડી ક્ષમતાનો એસટીપી બનાવવાનું કામ શરૂ છે.

ક્ષમતાનો એસટીપી બનાવવાનું: આ કાર્યો હજી યોજના હેઠળ કાર્યરત છે. જ્યારે અમૃત હેઠળ પ્રાપ્ત ગ્રાન્ટના વિકાસના કામોમાં વર્ષ 2022/23 નીચે હાલની યોજનાઓ કાર્યરત છે. જેમાં 41.15 કરોડના ખર્ચે નવા ભળેલા ગામો માટે સિવરેજ નેટવર્ક તેમજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ શરૂ છે. આ સાથે 8.71 કરોડના ખર્ચે સીદસર વિસ્તારમાં ઈએસઆર તથા ફીડર પાઇપલાઇનનું કામ શરૂ છે. ત્યારે 31.10 કરોડના ખર્ચે અકવાડા ગામ પાછળ 19.2 એમએલડી ક્ષમતાનો એસટીપી બનાવવાનું કામ શરૂ છે. આમ હજુ ગયા વર્ષના કામો અધૂરા છે ત્યારે નવા આયોજન રજૂ કરાયા છે.

ટેન્ડર પ્રક્રિયા: ત્યારે વર્ષ સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન 2019-20ના શિવઓમનગરમાં પાઇપલાઇન ડ્રેઇન74.48 લાખનું, ત્યારે સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના તળે વર્ષ 2020/21ના તળાજા રોડ દુખીશ્યામ બાપા સર્કલ થી કાચના મંદિર તરફ સ્ટ્રોંમ વોટર સુવિધા અપગ્રેડેશનનું 72.19 લાખનું, ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના 2021/22 નું નવાબંદર રોડ થી રૂવાપરી ચોક સુધી ડ્રેનેજ સ્ટોર્મ લાઇન નાખવાનું 54.98 લાખનું તેમજ ખડપીઠ પમ્પીંગ સ્ટેશનથી કાળુભા રોડ પર ડ્રેનેજ લાઇન અપગ્રેડ કામ 132.33 લાખના અંદાજથી હજુ ટેન્ડર પ્રક્રિયામાં છે. તેમજ સિન્ધુનગર સ્મશાન પાસે કંસારા નાળા સુધી બોક્સ ડ્રાઈનનું 80 લાખનું અને ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલ મહાલક્ષ્મીનગર સોસાયટીમાં 19.68 લાખના ખર્ચના અંદાજથી કામ કરાવવા માટે ટેન્ડર પ્રક્રિયા બાકી છે. આમ હજુ ગત વર્ષના કામોમાં ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ નથી તો ક્યાંક કામ ચાલુ છે પુરા થયા નથી.

આ પણ વાંચો Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા

ડ્રેનેજ લાઇન નાખવામાં: ભાવનગર મહાનગરપાલિકાના વર્ષ 2023/24 માટે નવા આયોજનમાં યોજના વિભાગ હેઠળ 60.12 કરોડ જુદી જુદી ટીપી સ્કીમમાં ડ્રેનેજ લાઇન,11.79 કરોડ ધોબી સોસાયટીથી જવાહરનગર રેલવે કોલોની અને હિલપાર્ક બ્રિજથી તિલકનગર ડ્રેનેજ લાઇન અને 1.58 કરોડના ખર્ચે ખારસી તરસમિયા વિસ્તાર,ચિત્રા,હાદાનગર,ગુરુનગર,કુકડા કેન્દ્ર,ગોકુલનગર,સત્યનારાયણ સોસાયટી અને અક્ષર પાર્કમાં મફતનગરમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે.

કામોનું આયોજન: બિલ્ડીંગ વિભાગમાં 2023/24માં નવા લાખોના આયોજનમાં શુ ભાવનગર તરસમિયામાં 200 લાખનો કોમ્યુનિટી હોલ,ભરતનગર હાઉસિંગ બોર્ડના પ્લોટમાં ગાર્ડન 300 લાખ,અકવાળા લેઈક ફેઈઝ 2 માટે 1650 લાખ,બોરતળાવ કૈલાશવાટીકા ફેઈઝ 3 5.32 કરોડ,આખલોલ અર્બન પ્રાઇમરી હેલ્થ નિર્માણ 120 લાખ,આખલોલ નાઈટ સેલ્ટર751 લાખ,નિર્મળનગર સ્ટાફ ક્વાર્ટર બાંધકામ 400 લાખ,કુંભારવાડા પ્રાઇમરી હેલ્ફહ સેન્ટર નિર્માણ 166 લાખ,તરસમિયા કોમ્યુનિટી કમ પાર્ટી પ્લોટ 262 લાખ,સિન્ધુનગર સ્મશાન ડેવલોપમેન્ટ 76 લાખ,રામમંત્ર મંદિર વેન્ડર ઝોન 36 લાખ,રવેચી લેક ડેવલોપમેન્ટ 405 લાખ,ગંગાજળિયા તળાવ સેલ્ટર 167 લાખ,રેલવે સ્ટેશન સેલ્ટર 115 લાખ,ડાયાભાઇ ચોકથી યુનિવર્સીટી સ્કેટિંગ ટ્રેક 400 લાખ જેવા કામોનું આયોજનકરવામાં આવ્યું છે. આ સાથે સર્કલોમાં ડેવલોપમેન્ટ માટે જોઈએ તો બુદ્ધદેવ સર્કલ 75 લાખ,બાલા હનુમાન મંદિર નજીક સિનિયર સીટીઝન પાર્ક 200 લાખ,ઘોઘા સર્કલ 60 લાખ,સરદારનગર સર્કલ 100 લાખ,તરસમિયા તળાવ બ્યુટીફીકેશન 80 લાખ જેવા અનેક કામોના આયોજન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.