ગુજરાત

gujarat

દિવાળી પહેલા ફટકડાથી બાળકો દાઝ્યા, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

By

Published : Oct 17, 2022, 1:24 PM IST

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માતા-પિતાની લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં ઇન્દીરાનગરમાં (Indiranagar in Bhavnagar) ફટાકડા ફોડતા ચાર બાળકો દાઝ્યા હતા. જે પછી બાળકોને સર ટી હોસ્પિટલમાં (sir t hospital bhavnagar) તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે.

દિવાળી પહેલા ફટકડાથી બાળકોના જીવ જોખમાયા, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
દિવાળી પહેલા ફટકડાથી બાળકોના જીવ જોખમાયા, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

ભાવનગર દિવાળીને આડા હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતા-પિતાને લાલબતી સમાન કિસ્સોસામે આવ્યો છે. દિવાળી સમય છે અને બજારમાં ફટાકડા આવી ગયા છે. ત્યારે તમારા બાળકોનું ધ્યાન ચોક્કસ રાખજો. કેમકે ભાવનગરમાં ફટાકડા ફોડતા ચાર બાળકોના ચહેરા દાઝી ગયા હોવાનો બનાવ બન્યો છે.

ફટાકડા પડતરભાવનગરમાં રસ્તાઓપર ફટકડાઓના સ્ટોલ ઠેર ઠેર થઈ ગયા છે. ફટાકડા પડતર છે કે હાલમાં બનેલા આ વિશે કોઈને ખ્યાલ હોતો નથી. ત્યારે પડતર ફટાકડા ક્યારેક ગફલતમાં દઝાડી દે તો નવાઈ નહિ. ત્યારે તમારા બાળકોને ફટાકડાઓ (bursting of firecrackers in diwali) આપતી વખતે ચોક્કસ તેની ખરાઇ કરવી જરૂરી છે કેમકે કોઇ કારણથી તમે કાફલાઇ રાખશો તો તમારા બાળકની જીદગી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

શુ બન્યો બનાવભાવનગરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દીરાનગરના (Indiranagar in Bhavnagar) ચાર બાળકો ફટાકડા ફોડતા હતા. ફટાકડા ફોડતા સમયે એવું થયું કે બાળકો દાઝી ગયા (children burnt bursting firecrackers )હતા. તાત્કાલિક બનાવ બાદ બાળકોને સર ટી હોસ્પિટલ (sir t hospital bhavnagar) ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરમાં ઇન્દીરાનગરમાં બનેલી ઘટના હૃદય હચમચાવી દે છે. મોટા ભાગના બાળકોને ફટાકડા ફોડવાનું પસંદ હોય છે. ત્યારે આ બાળકોને ફટાકડા ફોડવાના કારણે ઇજા છાતી અને ચહેરા ઉપર થઇ હતી. જે બાદ બાળકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. સારી બાબત એ હતી કે બાળકોને કોઇ ગંભીર ઇજા થઇ નથી.

ભૂલકાઓના જીવ ફટાકડામાં ફટાકડા ફોડતા સમયે ભાગવાનો સમય રહ્યો નહી અને જેના કારણે ચાર બાળકો દાઝ્યા હતા. જેમાં કિશન ભરત મકવાણા ઉમર વર્ષ 5 છે અને વિક્રમ ભરત મકવાણા જેની ઉમર વર્ષ 7 છે. યુવરાજ વિજય મકવાણા ઉંમર વર્ષ 5 અને ધ્રુવ વિજય મકવાણા ઉંમર વર્ષ 6 છે. આ ધટના બનતાની સાથે દિવાળીના સમયમાં માતાપિતામાં ડર જોવા મળ્યો હતો. ત્યારે એ સંદેશો લેવો જરૂરી છે કે બાળકોને ફટાકડા ફોડતી વખતે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details