ગુજરાત

gujarat

Bhavnagar Crime : ડમી કૌભાંડમાં SITની તપાસ, કરાઇમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ઝડપાયો

By

Published : Apr 17, 2023, 7:38 PM IST

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ આરોપીઓની સંખ્યા 6 થઇ છે. ડમી કૌભાંડની તપાસ કરતી એસઆઈટી ટીમે વધુ બે લોકોને ઝડપ્યા છે. જે બંને સરકારી નોકરી મેળવી ચૂક્યાં છે. સિટની તપાસમાં કરાઇમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી ઉમેદવાર અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ડમી કૌભાંડમાં ઝડપાયાં છે.

Bhavnagar Crime : ડમી કૌભાંડમાં સિટની તપાસ, કરાઇમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ઝડપાયા
Bhavnagar Crime : ડમી કૌભાંડમાં સિટની તપાસ, કરાઇમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ઝડપાયા

બંને સરકારી નોકરી મેળવી ચૂક્યાં છે

ભાવનગર : ભાવનગર ડમી કાંડ 2012થી ચાલ્યો આવે છે ત્યારે ગુજરાતમાં સનસનાટી બોલાવતા ડમીકાંડમાં આરોપી 4માંથી 6ની સંખ્યા થઇ છે. એક તરફ યુવરાજસિંહ સામે આક્ષેપની ચર્ચા વચ્ચે ડમીકાંડમાં 70માંથી 36 નામ કેમ જાહેર થયાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાનો છે. તો બીજી બાજુ બિપીન ત્રિવેદીના યુવરાજસિંહ સામે 55 લાખ લીધાના આક્ષેપ વચ્ચે રચાયેલી SIT ટીમે વધુ બે લોકોને ડમીકાંડમાં ઝડપ્યા છે. જે બંને સરકારી નોકરી મેળવી ચૂક્યાં છે. સિટની તપાસમાં કરાઇમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી ઉમેદવાર અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ડમી કૌભાંડમાં ઝડપાયા ગયાં છે.

11 વર્ષથી કૌભાંડ :ભાવનગર 11 વર્ષથી ચાલતા ડમી કાંડમાં ચાર શખ્સો બાદ રચાયેલી એસઆઈટી ટીમ દ્વારા વધુ બેની અટકાયત કરી છે. જેમાં એક ભાવનગરનો અને બીજો પીપરલા ગામનો રહેવાસી છે. ઝડપાયેલા બંને સરકારી નોકરી મેળવી ચૂકેલા છે. SIT ટીમ દ્વારા બંનેને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આમ કુલ ડમીકાંડમાં હવે 6 આરોપીઓ થયા છે.

આ પણ વાંચો Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ, યુવરાજે આપ્યાં જવાબ

25થી વધુ તપાસમાં જોડાયા : IG ગૌતમ પરમારે જાહેર કરેલી SIT ટીમની રચના બાદ તપાસ શરૂ છઇ છે. ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર અને DSP રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ ટીમમાં મુખ્ય સુપરવિઝન અધિકારી DYSP ભાવનગર આર. આર. સિંઘલને નિમણૂક કરવામાં આવી છે. ત્યાર બાદ PI SOGના તપાસ અધિકારી એસ બી ભરવાડ નિમાયા છે. તેમની નીચે 7 PSI આર બી વાધિયા,વી સી જાડેજા, એચ આર જાડેજા,ડી એ વાળા,એચ એસ તિવારી,પોલીસ સ્ટાફના રાઇટર છે જ્યારે હેડ ક્વાર્ટરના સ્ટાફ જોડવામાં આવ્યો છે. આ સાથે LCB ઇન્ચાર્જ પીઆઇ અને ફરિયાદી બી એચ શીંગરખીયા,LCB સ્ટાફ, PSI કે એમ પટેલ,PSI પી બી જેબલિયા, PSI પી આર સરવૈયા,SOG સ્ટાફ તપાસમાં જોડાવાના છે. આમ જોઈએ તો અંદાજે 25થી વધુ અધિકારી કર્મચારી તપાસ કરતા બે ડમીને ઝડપવામાં સફળતા મળી છે.

સિટની તપાસમાં બે ઝડપાયાં : ભાવનગરમાં ચાલતા 11 વર્ષથી ડમીકાંડમાં FIRમાં નોંધાયેલા નામ 29 નમ્બરનો આરોપી અને 30 નમ્બરનો આરોપી ઝડપાઇ ગયા છે. SIT ટીમને 29 નમ્બરના આરોપી અક્ષર રમેશભાઈ બારૈયા જેની પરીક્ષા સંજય હરજીભાઈ પંડ્યાએ આપી હતી. અક્ષર રમેશ બારૈયા ભાવનગર BPTI એન્જીનીયરીંગ કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. અક્ષરની જગ્યાએ 2022માં બિનસચિવાલયની પરીક્ષા આપનાર સંજય હરજીભાઈ પંડ્યા ઝડપાયો છે. સંજય હરજીભાઈ પંડ્યા ગાંધીનગર કરાઈમાં PSIની પરીક્ષા બાદ ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો. સંજયે 2022માં અમરેલી ખાતે અક્ષરના નામેં ક્લાર્ક એન્ડ ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા આપી હતી. SITએ બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તેમ SIT સુપરવિઝન અધિકારી DYSP આર આર સિંઘલે જણાવ્યું હતું.

આ પણ વાંચો Dummy Candidate Scam: ડમીકાંડમાં SITની રચના, થશે મોટા ખુલાસા

કેટલી રકમ લેવામાં આવી હતી: ભાવનગર SITએ મુખ્ય ચારને ઝડપ્યા બાદ ભાવનગર બારસો મહાદેવની વાડીમાં રહેતા અક્ષર રમેશભાઈ બારૈયાની જગ્યાએ સંજયે પરીક્ષા આપી જેની કિંમત ફરિયાદમાં 5 થી 10 લાખ મુખ્ય શખ્સો શરદ અને પ્રકાશ ઉર્ફે પી કે એ લીધા હતા. ડમી તરીકે બેસનારને મુખ્ય શખ્સો 25 હજાર આપતા હતાં. ત્યારે સંજય હરજીભાઈ પંડ્યા તળાજાના સથરા પાસેના પીપરલા ગામનો રહેવાસી છે. અક્ષર 2022 માં પાસ થયા બાદ એક વર્ષથી BPTIમાં ફરજ બજાવતો હતો. પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે. પોલીસ કેટલી ડમી પરીક્ષાઓ સંજયે આપી તેને લઈને પૂછપરછ આદરી છે.

ABOUT THE AUTHOR

...view details