ગુજરાત

gujarat

Bhavnagar Crime: ખેતરમાં ચાલવા બાબતે કૌટુંબિક ભાઈઓએ યુવકને પતાવી દીધો

By

Published : Feb 23, 2023, 6:47 PM IST

ભાવનગરમાં તળાજાના ભારપરા ગામમાં કૌટુંબિક ભાઈઓએ જ યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ખેતરમાં ચાલવા બાબતે માથાકૂટ થતાં મારામારી થઈ હતી. ત્યારબાદ યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, પોલીસે યુવકની હત્યા મામલે તપાસ શરૂ કરી છે.

Bhavnagar Crime: ખેતરમાં ચાલવા બાબતે કૌટુંબિક ભાઈઓએ Bhavnagar Crime: ખેતરમાં ચાલવા બાબતે કૌટુંબિક ભાઈઓએ યુવકને પતાવી દીધોયુવકને પતાવી દીધો
Bhavnagar Crime: ખેતરમાં ચાલવા બાબતે કૌટુંબિક ભાઈઓએ યુવકને પતાવી દીધો

ભાવનગરઃશહેરમાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે ફરી એક વાર અહીં હત્યાની ઘટના સામે આવી હતી. અહીં તળાજાના ભારપરા ગામમાં કૌટુંબિક ભાઈઓએ જ યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ખેતરમાં ચાલવા બાબતે માથાકૂટ થતા મારામારી થઈ હતી. ત્યારબાદ યુવક ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃAhmedabad Crime : દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો, અઘટિત માંગણી પૂરી પૂરી ન કરી તો હત્યા નીપજાવી

3 બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયાઃ ભારપરા ગામના યુવાનને તેના જ કૌટુંબિક ભાઈઓએ હત્યા કરી પતાવી નાખ્યો હતો. ત્યારે ગઈકાલે બનેલી ઘટનામાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ યુવકના મોતથી ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

તળાજાના ભારપરા ગામે બનેલો બનાવઃમળતી માહિતી અનુસાર, જિલ્લાના તળાજા તાલુકાના ભારપરા ગામમાં રહેતા તુલસી સોલંકી પર તેમના જ કૌટુંબિક ભાઈઓએ હુમલો કર્યો હતો. મહુવાના DySP જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ભારપરાના તુલસી સોલંકીને પોતાના ખેતરમાં ચાલવાનો રસ્તો પોતાના કૌટુંબિક લક્ષ્મણ સોલંકી, વિનુ સોલંકી અને ગોરધનભાઈ સોલંકીના ખેતરમાંથી હતો. અગાઉ ચાલવા બાબતે બોલાચાલી થયા બાદ ગઈકાલે માથાકૂટ થતા મારામારી થઈ હતી. તેમાં લક્ષ્મણભાઈ, વિનુભાઈ અને ગોરધનભાઈએ પાઈપ, ધોકા અને વાયર વડે મૃતક યુવકને માર માર્યો હતો.

આ પણ વાંચોઃVadodara Crime : લિવ ઇનમાં રહેતી મહિલાની હત્યા બે પ્રેમીઓએ ભેગા મળી કરી, વેલેન્ટાઇન ડેએ મળેલી મૃતદેહનો ભેદ ઉકેલાયો

યુવાનના મોત બાદ પોલીસ એક્શનઃભારપરા ગામ અલંગ નજીક આવેલું છે. મૃતક તુલસી સોલંકીને ગઈકાલે ચાલવા બાબતે માથાકૂટ બાદ મારામારીથી ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા હત્યાના ગુનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. DySPએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. જ્યારે હુમલો કરનારા ત્રણેયને શોધવા અને ઝડપવાની કામગીરી શરૂ છે. તો મૃતકના સગાએ જણાવ્યું હતું કે, મૃતક તુલસીભાઈને 2 બાળકો છે. એક સાડા ચાર મહીનાનો અને એક 9 મહિનાનો બાળક છે.

ABOUT THE AUTHOR

...view details