ETV Bharat / state

Ahmedabad Crime : દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો, અઘટિત માંગણી પૂરી પૂરી ન કરી તો હત્યા નીપજાવી

author img

By

Published : Feb 22, 2023, 9:27 PM IST

Ahmedabad Crime : દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો, અઘટિત માંગણી પૂરી પૂરી ન કરી તો હત્યા નીપજાવી
Ahmedabad Crime : દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો, અઘટિત માંગણી પૂરી પૂરી ન કરી તો હત્યા નીપજાવી

અમદાવાદના ગ્રામ્યમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઝાણું ગામની સીમમાં થયેલી દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ આરોપીની તપાસમાં મોટો ખુલાસો થયો છે.

ઝાણું ગામની સીમમાં થયેલી દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ : અમદાવાદના ગ્રામ્યમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઝાણું ગામની સીમમાં થયેલી દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં સામેલ આરોપીની તપાસમાં મોટો ખુલાસો થયો છે.

બે મહિલાની હત્યાથી ચકચાર મચી હતી : કણભાના ઝાણું ગામની સીમમાં 3 ફેબ્રુઆરીએ બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મહિલાઓને ઘાતકી હુમલો કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો જેથી અમદાવાદ જિલ્લા પોલીસ સહિતની અનેક ક્રાઈમ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભૂવાલડી ગામમાં રહેતા મંગીબેન ઠાકોર અને ગીતાબેન ઠાકોર લાકડા કાપવા ઝાણું ગામની સીમમાં આવ્યા હતા ત્યાં તેની હત્યા થઈ હતી.

આ પણ વાંચો Ahmedabad Double murder : લાકડા કાપવા ગયેલી દેરાણી જેઠાણી ઘરે પરત ન ફરી, મળ્યા મૃતદેહ

આખરે હત્યારો પકડાયો : અમદાવાદ ગ્રામ્ય પોલીસ માટે કોયડારુપ ડબલ મર્ડર કેસના હત્યારાને પકડવા માટે જુદીજુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં ગ્રામ્ય પોલીસે અમુક શકમંદોની પૂછપરછ કરી હતી પણ હત્યાનો ભેદ ઉકેલી શકાયો ન હતો. અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 દિવસ બાદ હત્યારા આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા રોહિત ચુનારાની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે

હત્યા પહેલાં શું થયું હતું : આ ગુનામાં પકડાયેલો આરોપી રોહિત ચુનારા ભૂવાલડી ગામમાં આવેલા કલ્પેશભાઈ પટલેના ખેતરમાં રહીને ભાગીયા તરીકેનું કામ કરતો હતો. કલ્પેશભાઈનાં ખેતરમાં કોઈ લાકડા કાપી ન જાય તે માટે આરોપી રોહિત ચુનારા દેખરેખનું કામ કરતો હતો. 3જી ફેબ્રુઆરીના દિવસ બંને બહેનો નિત્યક્રમ મુજબ લાકડા કાપીને પરત ફરી રહ્યા હતા તે સમયે રોહિત ચુનારાએ તેઓને રોકીને બોલાચાલી કરી હતી અને લાકડા લઈ જવા હોય તો પોતાની સાથે સંબંધ બાંધવાની અઘટિત માંગણી કરી હતી. જોકે ગીતાબેન ઠાકોરે આરોપી અંગે ગામના લોકોને બોલાવીને જાણ કરવાનું કહેતાં તે ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલા ધારિયાથી પહેલા ગીતાબેન ઠાકોર અને બાદમાં મંગુબેન ઠાકોરની હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી રોહિત બંને મૃતક મહિલાઓને છેલ્લા એક વર્ષથી ઓળખતો હતો અને અગાઉ પણ બંને સાથે રોહિતે બોલાચાલી કરી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : કૌટુંબિક વ્યક્તિ હત્યા કરી આરોપી મૃતદેહ ફંફોળવા કામે લાગ્યો, આ રીતે પોલીસે પકડ્યો

હત્યારો રોહિત ચુનારા વિકૃત માનસિકતા ધરાવે છે : પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યારો રોહિત ચુનારા વિકૃત માનસિકતા ધરાવે છે. તેવામાં આ મામલે પકડાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે કણભા પોલીસને સોપતા કણભા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી તેણે અગાઉ કોઈ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આગળની તપાસ કણભા પોલીસ કરશે : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી અગાઉ કોઈ ગુનાને અંજામ આપી ચૂક્યો છે કે કેમ તે દિશામાં પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે હાલ પકડાયેલા આરોપીને કણભા પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરાઇ છે. આગળની તપાસ કણભા પોલીસ દ્વારા હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.