ગુજરાત

gujarat

ભરૂચમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુન્હો નોંધાયો

By

Published : Feb 5, 2021, 3:09 PM IST

ભરૂચના વાલિયાની સીલુડી ચોકડી નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરનાર આઠ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી.

ભરૂચમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો
ભરૂચમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો

  • ચાર આરોપીઓની ધરપકડ
  • વાલિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં કરાયું હતું દબાણ
  • પોલીસે દબાણકર્તાઓ પર સકંજો કસ્યો

ભરૂચ: વાપીના છરવાડા રોડ પર આવેલા મહાવીર રેસીડેન્સીમાં રહેતા સુરેશભાઈ જૈનનાઓએ વાલિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર 10 વર્ષ પહેલા વાલિયાની સીલુડી ચોકડી નજીક ઔદ્યોગિક હેતુસર મહાવીર એન્ટરપ્રાઈઝના નામે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીદી કર્યો હતો. જે પ્લોટમાં આઠ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ ઉભા કરવામાં આવ્યા હતા.

દબાણકર્તાઓ પર પોલીસ દ્વારા કરાઈ કાયદેસરની કાર્યવાહી

જે અંગે મૂળ માલિકને જાણ થતા તેઓએ દબાણ કરનાર રામજી ભરવાડ, હરજી ભરવાડ, જગસિંહ ભરવાડ, ભીખા ભરવાડ સહિત આઠ દબાણકર્તાઓ સામે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ દબાણકર્તાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી ચાર આરોપીઓ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લામાં એકટ અંતર્ગત પ્રથમ ગુન્હો

આ અંગે અંકલેશ્વર Dysp ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, 'ફરિયાદી દ્વારા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ કલેક્ટરના હુકમના આધારે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે'

ABOUT THE AUTHOR

...view details