ગુજરાત

gujarat

અંકલેશ્વર: ઉદ્યોગોના દૂષિત પાણીની પાઈપ લાઈનમાં કતપોર ગામ નજીક ભંગાણ

By

Published : May 26, 2020, 3:21 PM IST

અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી પાઈપ લાઈનમાં હાંસોટનાં કતપોર ગામ નજીક ભંગાણ થયું છે. રસાયણયુક્ત પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.

દૂષિત પાણીની પાઈપ લાઈન
દૂષિત પાણીની પાઈપ લાઈન

ભરૂચ: અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી પાઈપ લાઈનમાં હાંસોટનાં કતપોર ગામ નજીક ભંગાણ સર્જાતા રસાયણ યુક્ત પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોનાં ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે.

અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરી તેને હાંસોટનાં કંટીયાળજાળ નજીક ટ્રીટમેમેન્ટ કરી દરિયામાં છોડતી પાઈપ લાઈનમાં વારંવાર ભંગાણની ઘટના સર્જાય છે. ત્યારે હાંસોટનાં કતપોર ગામ નજીક ફરી એકવાર આ પાઈપ લાઈનમાં ભંગાણ પડતા ખેતરમાં રસાયણયુક્ત પાણી ફરી વળ્યું હતું.

આ અંગે ખેડૂત દિવ્યેશ પરમારના જણાવ્યા અનુસાર, લોકડાઉન પહેલાથી પાઈપ લાઈનમાં લીકેજ થાયું છે. આમ છતાં કંપની દ્વારા સમારકામ કરવામાં આવતું નથી. જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

બીજી તરફ કંપની દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે, લીકેજ ખેતરની બાજુમાં છે. અંકલેશ્વરની પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા લીકેજનું તાકીદે સમારકામ કરાવવાની માંગ કંપની સમક્ષ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details