ગુજરાત

gujarat

Blast in Bharuch: દહેજ GIDCમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક થતા બ્લાસ્ટ, કોઈ જાનહાનિ નહીં

By

Published : Mar 5, 2022, 4:18 PM IST

ભરૂચમાં દહેજની GIDC સેઝ 2માં (Blast in Bharuch) આવેલી બેન્જો કેમ લિમિટેડમાં ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો. તેના કારણે પ્લાન્ટનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી.

Blast in Bharuch: દહેજ GIDCમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક થતા બ્લાસ્ટ, કોઈ જાનહાનિ નહીં
Blast in Bharuch: દહેજ GIDCમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક થતા બ્લાસ્ટ, કોઈ જાનહાનિ નહીં

ભરૂચઃ દહેજની GIDC સેઝ- 2માં આવેલી બેન્જો કેમ લિમિટેડમાં (Gas leak in Banjo Chem Ltd) ગેસ લીક થતા બ્લાસ્ટ (Gas leak in Bharuch Chemical Limited) થયો હતો. તેના કારણે પ્લાન્ટનો કેટલોક ભાગ તૂટી (Blast in Bharuch) ગયો હતો. બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી. દહેજ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ગ્રામજનોમાં ભયનો માહોલ

આ પણ વાંચો-ગાઝિયાબાદની પારસ દૂધ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લિકેજની બની ઘટના

ગ્રામજનોમાં ભયનો માહોલ

આ બ્લાસ્ટ બાદ લખીગામના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો (Blast in Bharuch) હતો. જોકે, આ બ્લાસ્ટમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. GPCB અને ડીશની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી.

પ્લાન્ટનો કેટલોક ભાગ થયો ધરાશાયી

આ પણ વાંચો-ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત

પ્લાન્ટનો કેટલોક ભાગ થયો ધરાશાયી

દહેજ GIDCમાં આવેલ સેઝ 2 આવેલી બેન્જો કેમ લિમિટેડમાં (Gas leak in Banjo Chem Ltd) આજે (શનિવારે સવારે 11.30 વાગ્યે ગેસ લીક થયો (Gas leak in Bharuch Chemical Limited) હતો. આ ગેસ લીક થતા કંપનીના પ્લાન્ટમાં નીચે પડેલા ઓઈલના જથ્થામાં એકાએક આગ લાગી હતી. આ આગ લાગતાની સાથે જ પ્લાન્ટ બ્લાસ્ટ થયો (Blast in Bharuch) હતો. બ્લાસ્ટ દરમિયાન કંપનીના પ્લાન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે, આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

GIDC સેઝ 2માં વારંવાર બ્લાસ્ટ છતાં કોઈ કાર્યવાહી નહીં

GIDC સેઝ 2માં વારંવાર બ્લાસ્ટ છતાં કોઈ કાર્યવાહી નહીં

બેન્જો કેમ લિમિટેડમાં ગેસ લીક થયા બાદ (Gas leak in Bharuch Chemical Limited) આગ લાગવાથી બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના અવાજથી લખી ગામના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. દહેજ GIDCના સેઝ 2માં અવારનવાર કંપનીઓમાં અકસ્માતોના બનાવ બનતા રહે છે. તેના કારણે કામદારોની જાનહાની થાય છે. તેમ છતાં પણ આ કંપનીઓની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details