ગુજરાત

gujarat

Bharuch SOG Operation : ધમધમી બંગાળી બાબુઓની દર્દની દુકાનો તો SOGએ કરી નાંખ્યું ઓપરેશન

By

Published : Jul 4, 2022, 6:30 PM IST

ચોમાસાની ઋતુમાં નાના નાના આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભાં થતાં હોય એમાં ભરુચમાં કોરોનાના કેસો (Corona cases in Bharuch ) પણ વધી રહ્યાં છે.ત્યારે ભરુચના દહેજ અને લખીગમાં બોગસ ડોક્ટરીનો(Bogus doctor) ધંધો ધમધમી રહ્યો છે. જેનું ભરુચ એસઓજી દ્વારા ઓપરેશન (Bharuch SOG Operation ) કરી નાંખવામાં આવ્યું હતું.

Bharuch SOG Operation : ધમધમી બંગાળી બાબુઓની દર્દની દુકાનો તો SOGએ કરી નાંખ્યું ઓપરેશન
Bharuch SOG Operation : ધમધમી બંગાળી બાબુઓની દર્દની દુકાનો તો SOGએ કરી નાંખ્યું ઓપરેશન

ભરુચ- ભરૂચમાં કોરોનાના કેસોમાં વધારો (Corona cases in Bharuch ) શરૂ થઈ જવા સાથે ફરીથી બંગાળી બાબુઓ ભાડાની દુકાનો ખોલી બોગસ ડૉક્ટરની (Bogus doctor) દુકાનો ધમધમાવવા લાગ્યા છે. આ બોગસ તબીબોનું ભરુચ એસઓજી દ્વારા ઓપરેશન (Bharuch SOG Operation ) ખેડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી 4 બોગસ તબીબોને ઝડપી (Arrest of bogus doctors in Bharuch ) પાડ્યા હતાં.

4 ઝોલાછાપને રુપિયા 56,000ની દવાઓ સાથે દબોચી લીધા

આ પણ વાંચોઃ Bogus Doctor in Patan : પાટણમાં નકલી ડોક્ટર સામે કાર્યવાહી, વધુ ચોંકાવનારી વિગતો મળી

એસઓજી પોલીસનું દહેજ અને વાગરામાં ઓપરેશન -ભરુચ એસઓજી પોલીસે બોગસ તબીબીઓ પાસેથી મેડિકલના સાધનો સહિત 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બોગસ તબીબોનું (Bogus doctor) SOG એ ઓપરેશન (Bharuch SOG Operation )ખેડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી 4 ઝોલાછાપને રુપિયા 56,000ની દવાઓ સાથે દબોચી લીધા (Arrest of bogus doctors in Bharuch ) છે.

આ પણ વાંચોઃ Bogus Doctor arrested in Surat: સુરતમાં ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરે કયા કારણથી ક્લિનિક શરૂ કર્યું જુઓ, જાણીને ચોંકી જશો

પરપ્રાંતીયોની વધુ વસતી- આ જિલ્લો દેશના તમામ પ્રાંતના લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી પૂરો પાડે છે. દરેક પ્રાંતના લોકો ઔદ્યોગિક એકમોમાં રોજગારીને લઇ ભરૂચ જિલ્લામાં ઠરીઠામ થયા છે. ત્યારે પશ્ચિમ બંગાળના બંગાળી બાબુઓએ તો વગર ડિગ્રીએ ફેક ડૉક્ટર્સની (Bogus doctor) હાટડી ચલાવવાનું હબ બનાવી દીધું છે. ત્યારે જિલ્લા પોલીસે પણ આવા ડિગ્રી વગરના ડોક્ટરો પર લાલ આંખ (Bharuch SOG Operation ) કરતા SOG P.I. વી.બી. કોઠીયા સાથે સ્ટાફ સુરેશ વણઝારા, શૈલેષ વસાવા, પ્રદીપભાઈ સહિતના સ્ટાફે (Bharuch Police) લખીગામ ચોકડી પરથી ઉત્તમ સુશાંતા મોંડળ, શંકર સ્વપ્ન દેબનાથ અને જાગેશ્વર ખાતેથી બીશ્વજીત ત્રિનાથ બીશ્વાસ તેમજ મધુમંગલ જયદેવ બીશ્વાસની રૂપિયા 56 હજારની મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ ઇન્જેક્શન વગેરેની જથ્થા સાથે ધરપકડ (Arrest of bogus doctors in Bharuch ) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details