ગુજરાત

gujarat

ડીસા નગરપાલિકાનું 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી ! UGVCLએ ફટકારી નોટિસ, બિલ ભરો નહી તો...

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 7:44 AM IST

UGVCL દ્વારા વીજ બીલ ન ભરવાના મામલે ડીસા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ડિસા નગર પાલિકાને ભરવાના થતા રૂપિયા 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ ભરવાની તાકીદ કરવામાં આવી છે. UGVCLએ ડિસા નગરપાલિકાના ચીફ ઓફિસરને 72 કલાકની આખરી નોટિસ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે, જો બાકી વીજ બિલની રકમ નહીં ભરાય તો પાલિકા હસ્તકના 37 બોર સહિતના વીજ કનેક્શન કાપી નખાશે.

ડીસા નગરપાલિકાનું 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી
ડીસા નગરપાલિકાનું 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી

ડીસા નગરપાલિકાનું 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી

બનાસકાંઠા:ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને દ્વારા વીજ બીલ ન ભરવાના મામલે ડીસા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ડિસા નગર પાલિકાને ભરવાના થતા રૂપિયા 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ ભરવાની તાકીદ કરવામાં આવી છે. આ બીલ ભરવા માટે વારંવાર નોટિસો આપવા છતાં પાલિકા દ્વારા અવગણના કારતા અંતે UGVCLએ નગરપાલિકાના ચીફ ઓફિસરને 72 કલાકની આખરી નોટિસ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે, જો નાણાં નહીં ભરાય તો પાલિકા હસ્તકના 37 બોર સહિતના વીજ કનેક્શન કાપી નખાશે.

પાલિકાનું રૂ.8.83 કરોડનું વીજ બિલ બાકી: ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી પુરવઠો પૂરું પાડવા વોટર વર્કસ વિભાગના 37 બોર આવેલા છે. જેનું અંદાજે દર માસે 40 લાખ ઉપરાંતનું વીજ બિલ આવે છે. જોકે ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી વીજ બિલ નહીં ભરાતા, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી, ઘણા સમયથી પાલિકા દ્વારા વીજ બિલ નહીં ભરાતા બાકી વીજબિલનો આંકડો હાલમાં રૂપિયા 8.83 કરોડ એ પહોંચ્યો છે.

UGVCLની ડિસા પાલિકાને ચિમકી: હવે UGVCL ડીસા શહેર પેટા વિભાગના નાયબ ઇજનેર દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આખરી નોટિસ પાઠવી છે અને 72 કલાકમાં વીજ બિલના નાણા ભરવા જણાવ્યું છે. જો નગરપાલિકા દ્વારા આ વીજબીલની રકમ નહીં ભરવામાં આવે તો વીજ કંપની દ્વારા પાણીના તમામ 37 બોરના કનેક્શન ઉપરાંત ડીસા નગરપાલિકા મુખ્ય કચેરી તેમજ હાથીખાના સ્ટોર વિભાગના વીજ કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે. તેમજ આ વીજ જોડાણ કપાશે તો શહેરના નાગરિકોને ભારે તકલીફ ભોગવવી પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે તેમ પણ નોટિસમાં જણાવ્યું છે.

ડિસા પાલિકાનો દાવો: આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે યુજીવીસીએલ અને નગરપાલિકાના પદ અધિકારીઓને સાથે મળીને એક મિટિંગ મળી હતી. જેમાં બાકી રકમ અંગે હકારત્મક સહમતી સધાઈ હતી. એ પ્રમાણે હવે માસીક ધોરણે અને નિયમિત રીતે UGVCLની બાકી રકમનુ ચૂકવણું કરવામા આવશે..

  1. બનાસકાંઠા: જુના ડિસા ગામના લોકો રોડ અને પુલની વર્ષો જૂની સમસ્યાથી ત્રાહિમામ
  2. બનાસકાંઠાઃ ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ

ABOUT THE AUTHOR

...view details