ETV Bharat / state

બનાસકાંઠા: જુના ડિસા ગામના લોકો રોડ અને પુલની વર્ષો જૂની સમસ્યાથી ત્રાહિમામ

author img

By

Published : Dec 11, 2020, 11:58 AM IST

બનાસકાંઠા જિલ્લાના જુના ડીસા ખાતે રહેતા લોકો રોડ અને રેલ્વે પુલની વર્ષોથી સમસ્યા ભોગવી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જુના ડીસાવાસીઓને રોડ અને પુલ બનાવી આપવામાં આવે તો વર્ષો જૂની સમસ્યા દૂર થાય તેમ છે.

Etv Bharat, Gujarati News, Banaskantha News
બનાસકાંઠા જિલ્લાના જુના ડિસા ગામના લોકોની રોડ અને પુલની વર્ષો જૂની સમસ્યાથી ત્રાહિમામ

  • જુના ડીસા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા
  • રોડ અને પુલથી લોકો ત્રાહિમામ
  • સરકારમાં અનેક રજૂઆત પણ પરિણામ શૂન્ય
  • તાત્કાલિક ધોરણે રોડ અને પુલ બનાવી આપવામાં આવે તેવી માગ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના જુના ડીસા ખાતે રહેતા લોકો રોડ અને રેલ્વે પુલની વર્ષોથી સમસ્યા ભોગવી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જુના ડીસાવાસીઓને રોડ અને પુલ બનાવી આપવામાં આવે તો વર્ષો જૂની સમસ્યા દૂર થાય તેમ છે.

જુના ડીસા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરના વિકાસ માટે લાખો- કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે. ખાસ કરીને શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના નવા રોડ મંજૂર કરવામાં આવે છે. જેના કારણે લોકોને મોટી સમસ્યાથી છુટકારો મળી શકે, પરંતુ આજે પણ એવા અનેક ગામો છે કે જ્યાં લોકો રોડ માટે વર્ષોથી માગણી કરી રહ્યા છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના જુના ડીસા ગામની. જુના ડીસા ગામ પાસેથી પાટણ અને ડીસાને જોડતો નેશનલ હાઈવે પસાર થાય છે અને આ રસ્તો વર્ષોથી સિંગલ પટ્ટી હોવાના કારણે આ ગામના લોકો વર્ષોથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના જુના ડિસા ગામના લોકોની રોડ અને પુલની વર્ષો જૂની સમસ્યાથી ત્રાહિમામ

રોડ અને પુલથી લોકો ત્રાહિમામ

બનાસકાંઠા જિલ્લાના જુના ડીસા ગામ પાસેથી નેશનલ હાઈવે પસાર થાય છે. જે હાઈ-વે ડીસાથી પાટણ સુધી જાય છે. વર્ષોથી જુના ડીસાના સ્થાનિક લોકો દ્વારા આ રોડ મોટો કરવા માટે સરકારમાં રજૂઆત કરી છે. તેમ છતાં પણ આજદિન સુધી સરકાર દ્વારા આ રોડને મોટો કરવામાં આવ્યો નથી. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે જુના ડીસા પાસે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ છે. જેના કારણે અત્યાર સુધી આવા અકસ્માતોમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જુના ડીસા ગામના લોકોની માગણી પૂરી કરવામાં આવે તેવી હાલ આ ગામના લોકો માગ કરી રહ્યા છે.

બીજી તરફ જુના ડીસા અને ડીસા વચ્ચે રેલવે ફાટક આવેલી છે. જે રેલવે ફાટક માટે સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા પુલ ન બનાવવામાં આવતા અહીં દિવસમાં મોટા પ્રમાણમાં ચક્કાજામ સર્જાઇ છે. રેલવે ફાટક બંધ થતાની સાથે જ પાટણ અને ડીસા તરફ જતા બંને રસ્તાઓ વાહનોની કતારોથી ઉભરાઇ જાય છે. જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈને રહેવું પડે છે અને લોકોએ રોજે રોજ આ ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો આ રેલવે ફાટક પર પુલ બનાવવામાં આવે તો વાહન ચાલકોની વર્ષો જૂની સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

તાત્કાલિક ધોરણે રોડ અને પુલ બનાવી આપવામાં આવે તેવી માગ

એક તરફ સરકાર દ્વારા દિવસે ને દિવસે ગ્રામીણ અને શહેરી વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામો છે કે જ્યાં લોકો વર્ષોથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના જુના ડીસા ગામના લોકો જે વર્ષોથી રોડ અને પુલ માટે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. તેને સરકાર દ્વારા ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે આ બંને કામ પૂર્ણ કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માત અને રોજે રોજ કલાકો સુધી વાહન ચાલકોને જે ફાટક પાસે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ન રહેવું પડે તે સમસ્યા દૂર થાય તેમ છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ક્યારે જુના ડીસા ગામના લોકોની સમસ્યા દૂર થાય તેમ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.