ગુજરાત

gujarat

પાલનપુરમાં દોઢ કરોડના ચરસ સાથે બે ફરાર આરોપીઓ ઝડપાયા

By

Published : Feb 7, 2021, 7:49 PM IST

પાલનપુર તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં રૂપિયા 1 કરોડના ચરસના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને જમ્મુ કાશ્મીર પોલીસે ઝડપી લીધા હતા. બનાસકાંઠા SOGએ ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો લીધો હતો.

ચરસ સાથે પકડાયેલો આરોપી
ચરસ સાથે પકડાયેલો આરોપી

  • બનાસકાંઠા પોલીસે દોઢ કરોડના ચરસ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યાં
  • આરીફ અહમદનું નામ ખુલતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • બનાસકાંઠા પોલીસેે ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો લઇ
    સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ

બનાસકાંઠા :પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીમાંણાં નજીકથી ગત 13 ઓક્ટોબર, 2020ના રોજ ATS અને બનાસકાંઠા પોલીસે દોઢ કરોડના ચરસ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જે કેસમાં તપાસ દરમિયાન આરોપી તરીકે આરીફ અહમદનું નામ ખુલતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે હેઠળ જમ્મુ કાશ્મીર પોલીસે એક કરોડથી વધુની કિંમતના ચરસની હેરાફેરી બાબતના ગુનામાં ફરાર આરોપી આરીફ અહમદ અબ્દુલ મઝીદને ઝડપી પાડ્યો હતો. આ અંગેની જાણ બનાસકાંઠા પોલીસને કરાતાં પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો લઇ બનાસકાંઠા પરત લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details