ગુજરાત

gujarat

ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડતા બે આરોપીઓ ધરપકડ, કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓની માંગ

By

Published : Dec 30, 2020, 4:48 PM IST

પાલનપુરના ગઢ ગામે મંગળવારે ગાયના શીંગડાને રસ્સીથી બાંધીને ટ્રેકટર વડે જીવિત ગાયને બે યુવકો દ્વારા ઢસળવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી તેમજ પશુ અત્યાચાર નિવારણ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડતા બે આરોપીઓ ધરપકડ, કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓની માંગ
ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડતા બે આરોપીઓ ધરપકડ, કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓની માંગ

  • જીવિત ગાયને ટ્રેક્ટરથી ઢસળતા હોવાનો વીડિયો થયો હતો વાયરલ
  • જાગૃત યુવાનોએ ઘટનાનો વીડિયો વાયરલ કરતા મામલો પ્રકાશમાં આવ્યો
  • ગાય પ્રત્યે દાખવાયેલ ક્રૂરતા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી જીવદયા પ્રેમીઓની માંગ

બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરના ગઢ ગામે મંગળવારે ગાયના શીંગડાને રસ્સીથી બાંધીને ટ્રેકટર વડે જીવિત ગાયને બે યુવકો દ્વારા ઢસળવામાં આવી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ હતી. જેથી પોલીસે સમગ્ર મામલે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી તેમજ પશુ અત્યાચાર નિવારણ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને આરોપીઓની કરાઈ અટકાયત

મળતી માહિતી પ્રમાણે, પાલનપુર તાલુકાના ગઢ ગામે રહેતા જેશુંગભાઈ રાજસંગભાઈ કરેણના ખેતરમાં ગાયે નુકશાન કરતા ખેડૂત જેશુંગભાઈનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો અને તેમણે અબોલ ગાયને સબક શીખવાડવા પોતાના ભાગિયા અમરતજી ભારાજી ઠાકોર સાથે મળી ટ્રેકટર જેનો નંબર GJ-09-AF-1025 પાછળ ગાયના શીંગડાને બાંધી ટ્રેકટર વડે આ જીવિત ગાયને ધસડી હતી.

જાગૃત યુવકોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

જો કે જાગૃત યુવકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઇ જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો હતો. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગઢ પોલીસે આઈપીસી કલમ 429,114 અને પશુ ક્રૂરતા અત્યાચાર નિવારણ એકટ 11(ડી)મુજબ ગુનો નોંધી બન્ને આરોપીઓને અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાય સાથે વર્તાયેલ ક્રૂરતા મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details