ગુજરાત

gujarat

અમૂલ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવતી વડગામની મહિલા પ્રથમ

By

Published : Aug 20, 2020, 7:04 PM IST

અમુલ ડેરીએ દ્વારા તાજેતરમાં વર્ષ દરમિયાન ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓના નામ જાહેર થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમે તમને ઓશિયામાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓ વિશે જણાવીશું.

banasdairy
અમૂલ ડેરી

  • અમૂલ ડેરીના ચેરમેન આર એસ સોઢીએ લખપતિ ગ્રામિણ મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું
  • મહિલાઓ વર્ષે પશુઓના દૂધમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે
  • મહિલાએ એક જ વર્ષમાં 87 લાખ રૂપિયાની આવક મેળવી
  • એક કલેકટર કે કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી કરી
    ઓશિયામાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓ

બનાસકાંઠા : જિલ્લાને આમ તો પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વ્યવસાય શરૂ થતા બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોને સારી એવી પશુધન માટે રોજગારી મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પહેલા લોકો સૌથી વધુ ખેતી કરતા હતા પરંતુ ધીમે-ધીમે ખેતીમાં નુકસાન થતા લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા હતા અને સમય બદલાતા આજે મોટાભાગના લોકો ખેતી છોડી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓના નામ જાહેર થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના થતાં મોટાભાગના લોકોને પશુધન માંથી સારી એવી કમાણી મળી રહી છે. બનાસડેરી દ્વારા દૂધમાં પણ સારા એવા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો હવે પશુપાલન સાથે જોડાયા છે. જ્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર પશુપાલન વ્યવસાય માં આગળ આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે પશુપાલનના વ્યવસાય સાથે મહિલાઓ જોડાયેલી છે.

અમૂલ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવતી વડગામની મહિલા પ્રથમ

મહિલાઓ વર્ષે પશુઓના દૂધમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. ત્યારે આજે દૂધના વ્યવસાયમાં મોટા ફાયદો થયો છે. આ વાત ગુજરાતની મહિલાઓએ સાબિત કરી બતાવી છે. આ મહિલાઓ દૂધ વેચીને લાખોપતિ બની ગઈ છે.

અમૂલ ડેરીના ચેરમેન આર એસ સોઢીએ બુધવારે 10 લખપતિ ગ્રામિણ મહિલાઓનું એક લિસ્ટ જાહેર કર્યું છે. જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.આ તમામ મહિલાઓ ડેરી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે.

અમૂલ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવતી વડગામની મહિલા પ્રથમ

આર એસ સોઢીએ ટ્વીટ કરી કહ્યું કે, આ મહિલા વ્યવસાયિકોએ 2019-20 દરમિયાન લાખો રૂપિયાનું દૂધ વેચ્યું છે. ગુજરાતમાં આવી લાખો મહિલાઓ છે. જે દૂધથી પોતાની કિસ્મત બદલી રહી છે. ત્યારે આ તમામ દસ મહિલાઓ બનાસકાંઠા જિલ્લાની હોવાથી હાલ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે

અમુલ ડેરી દ્વારા સૌથી વધુ દૂધ ધરાવતી મહિલાઓના નામ જાહેર કરતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં અન્ય મહિલાઓ પણ પશુપાલન તરફ વળી તે માટે દસ મહિલાઓ પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે.

આ છે બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી. જેઓ ગત વર્ષમાં બનાસડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. વર્ષ દરમિયાન તેમણે 87 લાખ રૂપિયાની આવક માત્ર પશુપાલન માંથી મેળવી છે. નવલબેને માત્ર 20 જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી અને આજે તેમની પાસે 120 જેટલા પશુઓ છે. 65 વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે દિવસના 10 કલાક કરતા પણ વધુ કામ કરે છે.

આ મહિલા પશુપાલક રોજનું 800 થી 1000 લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે. છેલ્લા એક વર્ષથી સતત રોજનો 1000 લિટર દૂધ ભરાવી એક જ વર્ષમાં 87 લાખ રૂપિયાની આવક મેળવી છે. મહિલા પશુપાલકનું માનવું છે કે, દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે. જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે પોતાનો પરિવાર પગભર થાય છે. મહિલા આત્મનિર્ભર બને છે અને એક કલેકટર કે કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી ઘરે બેઠા કરી શકાય છે.

અમુલ ડેરીમાં એક વર્ષ માં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતી આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા તેમણે ખુશી વ્યક્ત કરી છે,અને સાથે જ હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માગે છે.

અમુલ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓના જે નામ જાહેર કર્યા છે તે નીચે પ્રમાણે છે.

મહિલાઓના નામ દુધ વેચ્યું આવક મેળવી
ચૌધરી નવલબેન 221595.6 87,95,900.67
માલવી કનૂબેન રાવતાભાઈ 250745.4 73,56,615.03
ચાવડા હંસાબા હિમ્મતસિંહ 268767 72,19,405.52
લોહ ગંગાબેન ગણેશભાઈ 199306 64,46,475.59
રાવબડી દેવિકાબેન 179632 62,20,212.56
લોહ લીલાબેન રાજપૂત 225915.2 60,87,768.68
બિસ્મિલ્લાહ ઉમતિયા 195909.6 58,10,178.85
સજીબેન ચૌધરી 196862.6 56,63,765.68
લોહ નફીશાબેન અગલોદીયા 195698.7 53,66,916.64
લીલાબેન ધૂલિયા 179274.5 52,02,396.82

ABOUT THE AUTHOR

...view details