ગુજરાત

gujarat

અંબાજીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી

By

Published : Jun 6, 2021, 3:06 PM IST

યાત્રાધામ અંબાજીમાં બપોર બાદ એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગયો હતો. અંબાજીમાં જ્યાં રવિવારી ગુજરી ભરાય છે. તેવા સમ્રાટ ગેસ્ટ હાઉસની પાછળના ભાગે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ પડ્યો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટ્યાં હતા.

અંબાજીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર
અંબાજીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર

  • ક્યાંક જાનવરો પણ મૃતદેહને છંછેડતા જોવા મળ્યાં હતા
  • મૃતદેહ પાસે GJ27AQ7546નંબરનું બાઇક પણ જોવા મળ્યુ
  • પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ અંબાજીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગયો હતો. મરનાર વ્યક્તિની ઉંમર આશરે 30 વર્ષની જોવા મળી રહી છે. આ મૃતદેહ પાસે GJ27AQ7546 નંબરનું બાઇક પણ ઉભેલું જોવા મળ્યુ હતુ. જેને લઇ લોકોમાં અનેક તર્કવિતર્ક જોવા મળ્યા હતા. પડેલા આ મૃતદેહ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

અંબાજીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર

આ પણ વાંચોઃવાપીના કરમબેલી યાર્ડમાંથી અજાણ્યો મૃતદેહ મળી આવ્યો

મરનાર વ્યક્તિનું નામ સાંઇ ઉર્ફે મુન્નાભાઇ હોવાનું જાણવા મળ્યું

મરનાર વ્યક્તિનું નામ સાંઇ ઉર્ફે મુન્નાભાઇ હોવાનું જાણવા મળ્યું છે. સતલાસણા ખાસે પાણીપુરી વેચવાનો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં એક મોબાઇલના આધારે મરનાર વ્યક્તિનું નામ સાંઇ ઉર્ફે મુન્નાભાઇ હોવાનું જાણવા મળ્યુ છે. જે મુળ હૈદરાબાદનો છે અને હાલ મહેસાણા જિલ્લાના સતલાસણા ખાસે પાણીપુરી વેચવાનો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃકડીના નાનીકડી વિસ્તારમાં વધુ એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું

વ્યક્તિના મરણનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે

મરનારના હાથ પર તેલુગુ ભાષામાં નામ લખેલું હતુ, પરંતું ભાષા જાણકાર ન હોવાથી લખાણ બાબતે જાણી શકાયુ નથી. હાલમાં અંબાજી પોલીસ મરનાર વ્યક્તિના મૃતદેહને અંબાજીની આધ્યાશક્તિ જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. વ્યક્તિના મરણનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે, તેમ અંબાજી પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.પી.રાણાએ જણાવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details