ગુજરાત

gujarat

અંબાજીની કન્યા વિદ્યાલયમાં 450 જેટલી વિદ્યાર્થીનીઓના RTPCR ટેસ્ટની કરાઈ શરૂઆત

By

Published : Aug 24, 2021, 6:51 PM IST

કોરોનાની બીજી લહેર ઘાતક બન્યાં બાદ ત્રીજી લહેરને લઇ સરકાર સાબદી બની છે. હાલમાં સરકારે શિક્ષણમાં ધોરણ-9 થી 12 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાનાં આદેશો કર્યા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા થયાં છે. અંબાજીની કન્યા વિદ્યાલયમાં 450 જેટલી વિદ્યાર્થીનીઓના RTPCR ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 125 ઉપરાંત વિદ્યાર્થીનીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.

RTPCR test
RTPCR test

  • સરકારે ધોરણ-9 થી 12 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાનાં આદેશ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા થયાં
  • શાળામાં કોરોનાનું સંક્રમણ ન થાય તેના ભાગ રૂપે કોરોનાનાં RTPCR ટેસ્ટ શરૂ
  • અંબાજીની કન્યા વિદ્યાલયમાં 450 જેટલી વિદ્યાર્થીનીઓનાં RTPCR ટેસ્ટ કરાશે

બનાસકાંઠા: હાલમાં સરકારે શિક્ષણમાં ધોરણ-9 થી 12 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાનાં આદેશો કર્યા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા થયાં છે. શાળામાં પણ કોરોનાનું સંક્રમણ ન થાય તેની તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના RTPCR ટેસ્ટ શરૂ કર્યા છે. અંબાજીની કન્યા વિદ્યાલયમાં 450 જેટલી વિદ્યાર્થીનીઓના RTPCR ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. જોકે હમણાં સુધીમાં 125 ઉપરાંત વિદ્યાર્થીનીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં એક પણ કેસ કોરોનાનો પોઝિટિવ જોવા મળ્યો નથી.

અંબાજીની કન્યા વિદ્યાલયમાં 450 જેટલી વિદ્યાર્થીનીઓના RTPCR ટેસ્ટની કરાઈ શરૂઆત

આ પણ વાંચો: રાજ્યમાં ટૂક સમયમાં ઉપલબ્ધ થશે કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ (coviself)

શિક્ષણ સ્ટાફનો પણ ટેસ્ટ કરાશે

હજુ ક્રમશ: તમામ વિદ્યાર્થીનીઓ સહીત શિક્ષણ સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવશે. એક સંસ્થા પુર્ણ થયાં બાદ બીજી સંસ્થામાં આજ રીતે તમામ વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરીને ત્રીજી લહેર આવે જ નહીં તેવા પ્રયાસો હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સહીત શિક્ષણ સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ : વેરાવળ સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબનુ લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details