ગુજરાત

gujarat

Nadabet Border Banaskantha: BSFના જવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી, કોરોના સંક્રમણને જોતા દેશવાસીઓને કરી ખાસ અપીલ

By

Published : Jan 1, 2022, 10:43 PM IST

BSFના જવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લાના સુઇગામ નડાબેટ બોર્ડર (Nadabet Border Banaskantha) ખાતે નવા વર્ષની ઉજવણી (New Year Celebration 2022) કરવામાં આવી હતી. આ દરમિયાન BSFના જવાનોએ દેશવાસીઓને કોરોના સંક્રમણને જોતા ઘરમાં રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી હતી.

Nadabet Border Banaskantha: BSFના જવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી, કોરોના સંક્રમણને જોતા દેશવાસીઓને કરી ખાસ અપીલ
Nadabet Border Banaskantha: BSFના જવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી, કોરોના સંક્રમણને જોતા દેશવાસીઓને કરી ખાસ અપીલ

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ નડાબેટ ઝીરો પોઈન્ટ બોર્ડર (suigam nadabet zero point border) પર નવા વર્ષને લઈને BSFના જવાનો (bsf nadabet banaskantha) દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને 2022માં દેશ કોરોના મુક્ત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. BSFના જવાનોએ ઘરમાં સુરક્ષિત રહેવા અને કોવિડ પ્રોટોકોલ (covid 19 guidelines gujarat)નું પાલન કરવા દેશના લોકોને અપીલ કરી હતી.

નવા વર્ષની અનોખી ઉજવણી

નડાબેટ ખાતે નવા વર્ષની ઉજવણી કરવા આવેલા પ્રવાસીઓ.

31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ. 31 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતભરમાં લોકો આવનારા નવા વર્ષના સ્વાગત માટે અલગ અલગ રીતે ઉજવણી કરતાં હોય છે. ખાસ કરીને નવું વર્ષ દરેક લોકો માટે સારું જાય તે માટે લોકો એકબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે.

પર્યટકો સાથે BSFના જવાનોએ કરી ઉજવણી

આજથી શરૂ થતા નવા વર્ષની ઉજવણી જવાનોએ પર્યટકો સાથે કરી હતી.

બનાસકાંઠા જિલ્લાની બોર્ડર (India - Pakistan Border, Nadabet) ઉપર દેશની રક્ષા કરતા જવાનોએ પણ નવા વર્ષની શરૂઆતમાં બોર્ડર પર આવતા પર્યટકો સાથે ઉજવણી કરી હતી. બોર્ડર પર રક્ષા કરતા જવાનો ફરજ પર હોવાના લીધે પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. દરેક ધર્મના તહેવારો તેઓ દેશની રક્ષા કરતા-કરતા સરહદો પર જ ઉજવતા હોય છે, ત્યારે આજથી શરૂ થતા નવા વર્ષની ઉજવણી પણ જવાનોએ પર્યટકો સાથે કરી હતી.

આ પણ વાંચો:15મી ઓગસ્ટના રોજ નડાબેટ ખાતે વડોદરાના કલાકારે બનાવેલા સ્કલ્પચર મૂકાશે

કોરોનાથી મુક્ત રહેવા દેશવાસીઓને ઘરમાં રહેવા અપીલ કરી

સુરક્ષિત રહેવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા દેશના લોકોને અપીલ કરવામાં આવી.

વર્ષ 2022ના મંગલ પ્રવેશને લઈને આજે દેશની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઈન્ડો-પાકિસ્તાનની ઝીરો પોઈન્ટ બોર્ડર ઉપર દેશના જવાનો દ્વારા રાષ્ટ્રના લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તદુપરાંત દેશમાંકોરોના(Corona In Gujarat)ને હરાવવા ઘરમાં સુરક્ષિત રહેવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા દેશના લોકોને અપીલ કરવામાં આવી હતી. સુઇગામ નડાબેટ ખાતે BSF બટાલિયન દ્વારા આજે 2022ના નવા વર્ષના મંગલ પ્રવેશને લઈને હાથ મિલાવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. માભોમની રક્ષા કરતા જવાનો દ્વારા દેશવાસીઓને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં BSFના અધિકારીઓ સહિત સૈનિકો પણ જોડાયા હતા અને તમામ જવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો:ઊંઝાથી 12 વોટર કુલર નડાબેટ બોર્ડર પર દાન કરાયા

ABOUT THE AUTHOR

...view details