ગુજરાત

gujarat

Gujarat Gram Panchayat Election Result 2021: કાંકરેજની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ જીત્યું

By

Published : Dec 21, 2021, 6:56 PM IST

Updated : Dec 21, 2021, 7:50 PM IST

બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election Result 2021) યોજાઈ હતી. આજે ગ્રામ પંચાયત ચૂંટણીઓના પરિણામ આવી રહ્યાં છે ત્યારે જિલ્લામાં પહેલીવાર નાની વયની યુવતી સરપંચ ચૂંટણી જીતી હોવાનું સામે આવ્યું છે. કાંકરેજના સમણવા ગામની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ (Banaskantha youngest Woman Sarpanch) મેળવ્યું છે.

Gujarat Gram Panchayat Election Result 2021: કાંકરેજની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ જીત્યું
Gujarat Gram Panchayat Election Result 2021: કાંકરેજની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ જીત્યું

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાની 530 ગ્રામ પંચાયતોની ચૂંટણી મતગણતરી (Gujarat Gram Panchayat Election Result 2021) યોજાઈ હતી. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક અણધાર્યા પરિણામો આવ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામે રહેતા કાજલબેન ઠાકોર 21 વર્ષની ઉંમરે સરપંચ પદ (21 year old Kankrej girl won Sarpanch Election 2021) મેળવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી નાની વયે કાજલબેન ઠાકોર (Banaskantha youngest Woman Sarpanch) સરપંચ બન્યા છે.

105 મતથી વિજેતા બન્યા કાજલબેન ઠાકોર

આજે યોજાયેલી કાંકરેજ ગામની સમણવા ગામની ગ્રામ પંચાયતની મતગણતરીમાં કાજલબેન ઠાકોરને 105 મતથી વિજેતા (21 year old Kankrej girl won Sarpanch Election 2021) બન્યા હતાં. જેના કારણે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાજલબેન ઠાકોર ધોરણ 12 ધોરણ પાસ છે અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી નાની ઉંમરે તેઓ સરપંચ ( (Banaskantha youngest Woman Sarpanch) બન્યા છે.

આ પણ વાંચોઃGujarat Gram Panchayat Election Result 2021:ગાંઘીનગરના વાંકાનેરડા ગામમાં રાહુલ ઠાકોર 489 મતથી વિજેતા બન્યા

વિજેતા ઉમેદવારનું નિવેદન

આ અંગે કાજલ ઠાકોરે (Banaskantha youngest Woman Sarpanch) ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાના સમણવા ગામના લોકોએ મને બહુ સાથે સહકાર આપ્યો છે. જેના કારણે આજે આ સીટ પરથી વિજેતા બની છું. દરેક સમાજના લોકોએ મને સાથસહકાર આપ્યો છે ત્યારે આગામી સમયમાં સમણવા ગ્રામ પંચાયતની દરેક સમાજના લોકોને જે પણ કામ હશે તે અમારા દ્વારા કરવામાં આવશે અને ગામનો વધુને વધુ વિકાસ (21 year old Kankrej girl won Sarpanch Election 2021) થાય તે દિશામાં અમે લોકો કામ કરીશું.

બનાસકાંઠા જિલ્લામાં પહેલીવાર નાની વયની યુવતી સરપંચ ચૂંટણી જીતી

આ પણ વાંચોઃ Gram Panchayat Election Result 2021:આણંદ તાલુકામાં વાસખેલીયા ગામે MLAનો પુત્ર બન્યો સરપંચ

જિલ્લામાં મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો આવવાની સંભાવના

બનાસકાંઠા જિલ્લાની 530 ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gujarat Gram Panchayat Election Result 2021) મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. જિલ્લામાં કુલ 14 તાલુકા સ્થળો પર આ મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઇ છે. 1482 જેટલા કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. જિલ્લામાં કુલ 79.36 ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે. અને તમામ સ્થળોએ માસ્ક સાથે કર્મચારીઓ અને ગણતરી એજન્ટો મતગણતરી પ્રક્રિયા થઈ રહી છે. મોડી સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે. પરિણામો બાદ કોઈ ગામમાં કે કોઈ જગ્યાએ ધમાલ ન થાય તે માટે પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

Last Updated :Dec 21, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details