ગુજરાત

gujarat

Banaskantha News : બનાસકાંઠામાં દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલતાં જ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, ડેમ સાઇટ પર અદ્ભુત નજારો

By

Published : Jul 28, 2023, 7:41 PM IST

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલને પાર થઈ ગઇ છે. જેથી ડેમના છ દરવાજા ખોલી કુલ 34,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી 599.45 ફૂટે પહોંચી છે ત્યારે પાણી છોડાતાં બનાસ નદીના રુપરંગ બદલાઇ ગયાં છે.

Banaskantha News : બનાસકાંઠામાં દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલતાં જ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, ડેમ સાઇટ પર અદ્ભુત નજારો
Banaskantha News : બનાસકાંઠામાં દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલતાં જ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, ડેમ સાઇટ પર અદ્ભુત નજારો

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી 599.45 ફૂટે

બનાસકાંઠા : રાજસ્થાનના માઉન્ટ આબુમાં રાત્રે 160 મીમીથી પણ વધુ વરસાદ ખાબકતા દાંતીવાડા ડેમમાં પાણીની ધસમસતી આવક શરૂ થઈ હતી અને અત્યારે દાંતીવાડા ડેમમાં 25000 હજાર ક્યુસેક પાણી આવક ચાલુ છે. જેથી દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલને પાર થઈ જતા અત્યારે ડેમના છ દરવાજા ખોલી કુલ 34,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી 599.45 ફૂટે પહોંચી છે જ્યારે ભયજનક સપાટી 604 ફૂટ જેટલી છે. પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ડેમ સાઇટ પર અદ્ભુત નજારો સર્જાતા નયનરમ્ય દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.

ઉપરવાસમાં જે પ્રમાણે વધુ વરસાદ પડ્યો છે. જેથી આજે વહેલી સવારથી જ ડેમમાં પાણીની આવક શરૃ થઇ હતી તેથી વધુ પડતું પાણી ડેમમાં આવવાથી આજે ડેમના એક દરવાજો ખોલેલો હતો. પરંતુ આજે વધુ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. આમ ટોટલ હાલ પાંચ દરવાજા ખોલવામાં આવેલા છે. હાલમાં 25,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને હાલમાં 34,650 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં 86.76 ટકા જેટલું પાણી સ્ટોરેજ છે..શિવરામભાઈ જોશી(દાંતીવાડા ડેમના અધિકારી)

નદી બે કાંઠે વહેતી થતા તંત્ર દ્વારા એલર્ટ અપાયું : ડેમમાથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં જળસ્તર વધવાની શક્યતાને પગલે ડીસા તાલુકા પોલીસ પણ તાત્કાલિક ડીસા નજીક બનાસ નદી પર પહોંચી ગઈ હતી અને નદીના પાણીમાં જતા લોકોને અટકાવ્યા હતા. તો બીજી તરફ ડીસા તાલુકાના 18, કાંકરેજ અને દાંતીવાડા તાલુકાના ત્રણ -ત્રણ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ તમામ નદી કિનારાના ગામમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

બનાસ નદીના રુપરંગ બદલાયાં

બનાસ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી : બનાસકાંઠા જિલ્લો એ આમ તો પાણી માટે અછતનો જિલ્લો છે. બનાસકાંઠાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા હતાં. ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં આ વર્ષે સારી આવક થઈ છે ત્યારે ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા એક દરવાજો ખોલવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદ થયો જેના કારણે તંત્ર દ્વારા આજે વધુ પાંચ દરવાજા ખોલવાની જરૂર પડી હતી ત્યારે આજે પાંચ દરવાજા ખોલતા બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી જેથી બનાસકાંઠા વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.

  1. Banaskantha Rain: બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદીમાં નીર આવતા ખેડૂતો અને ધારાસભ્યએ કર્યા નદીનાં વધામણાં
  2. Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર
  3. Banaskantha News: નાગલા, ડોડગામ,અને ખાનપુરમાં 7 વર્ષથી પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબુર

ABOUT THE AUTHOR

...view details