ગુજરાત

gujarat

Banaskantha News : થરાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં નવી પાણીની લાઇન મંજૂર કરી, 1450 કરોડનો થશે ખર્ચ

By

Published : Jun 10, 2023, 7:34 PM IST

આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે હતાં. તેમણે થરાદ માર્કેટયાર્ડ દ્વારા આયોજિત જનસંમેલનમાં ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા અને પાલનપુરના એરોમા સર્કલની સમસ્યા અંગે અહીં તેમણે મહત્ત્વની જાહેરાતો કરી છે.

Banaskantha News :  થરાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં નવી પાણીની લાઇન મંજૂર કરી, 1450 કરોડનો થશે ખર્ચ
Banaskantha News : થરાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં નવી પાણીની લાઇન મંજૂર કરી, 1450 કરોડનો થશે ખર્ચ

બનાસકાંઠા : મહાજનસંપર્ક અભિયાન થકી જનસમર્થનની યાત્રામાં આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા આયોજિત જનસંમેલનમાં બનાસકાંઠા જિલ્લાની ભાતીગળ ઓળખ અને સાંસ્કૃતિક સમન્વય સાથે મુખ્યપ્રધાનનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. 21 નગરપાલિકાઓમાં રૂ. 22.65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં પાણીની સમસ્યાને નિવારવા જાહેરાત : બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાને કાયમી ધોરણે નિવારવા માટે જાહેરાત કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુજલામ સુફલામ યોજનાની થરાદ સીપૂ અને ચાંગા દાતીવાડા પાઇપ લાઈનો વચ્ચેનો દિયોદર, લાખણી, ડીસા, થરાદ , વગેરેના આશરે 115 ગામોનો વિસ્તાર આજે પણ સૂકો છે અને તેને નર્મદાનું પાણી મળી રહે તે સ્વપ્ન સાકાર કરવામાં આવશેે.

ગુજરાત સરકારે એક નવી પાઈપ લાઈન મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે દિયોદર તાલુકાના વાડિયા ગામ કે તેની નજીક યોગ્ય સ્થળ પરથી 250 ક્યુસેક ક્ષમતા ધરાવતી લગભગ 62 કી.મી. લંબાઈની પાઈપ લાઈન 1450 કરોડના અંદાજિત ખર્ચ સાથે નાખવામાં આવશે. જેથી આ વિસ્તારની પાણીની સમસ્યાનો તો ઉકેલ આવશે, પણ આ વિસ્તાર હરિયાળો બનશે...ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)

સિટીઝન સેન્ટ્રીક સુવિધા : આજના ફાસ્ટ યુગમાં ગામ, નગર કે મહાનગર દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ- સુવિધાઓ ઝડપી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઇચ્છા હોય છે. લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્સ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે. સિટી- સિવીક સેન્ટર- મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-40થી વધુ સેવાઓ વિકસાવી છે.

વર્ષોથી ટ્રાફિક રહેતાં એરોમા સર્કલ દૂર થશે : પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યુ છે. એરોમા સર્કલની સમસ્યા નિવારવા માટે સાડા 6 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા છે. આ એરોમા સર્કલને દૂર કરીને સ્મૂધ ડાયવર્ઝન, ડેડીકેટેડ લેન, સર્વિસ રોડ, ટ્રાફિક સિગ્નલની કામગીરી ટૂંકસમયમાં હાથ ધરાશે જેનાથી પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ગુજરાતના વિકાસ મોડલની સફળતા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે 2014 પહેલાની દેશની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતા જણાવ્યું કે ભારત આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદી એક માત્ર આશાની કિરણ હતાં. કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો છે.

જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી પ્રજાએ મુકેલા વિશ્વાસને વિકાસમાં પરિવર્તિત કરી બતાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દુનિયાએ વિશ્વાસ મૂક્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને " મોદી ઇઝ ધ બોસ " કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. શાસન અને સુશાસનમાં શુ ફેર હોય એ નરેન્દ્ર મોદીએ બતાવ્યું છે...ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)

મોદીની યોજનાઓ ગણાવી : તેમણે જણાવ્યું કે છેવાડાના માણસને મદદ પહોંચાડી સરકારી યોજનાઓને ખરા અર્થમાં જનકલ્યાણકરી યોજનાઓ કરી છે. નવ વર્ષના આ સુશાસનમાં 11.81 કરોડ પરિવારોને નલ સે જળ યોજના હેઠળ પીવાનું પાણી પહોચાડ્યું છે. દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા કવચ આપતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતના 23.3 કરોડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. અને 4.54 કરોડ લાભાર્થીઓએ તેનો લાભ મેળવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરતાં આજે વિશ્વમાં ડિજિટલ પેમેન્ટના 40 ટકા પેમેન્ટ ભારતમાં થાય છે. કોવિડની મહામારી દરમિયાન 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું છે. તો પી.એમ.આવાસ યોજના હેઠળ 15 કરોડ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે. પી.એમ સ્વનિધિ યોજના હેઠળ 34.35 લાખ લારી ગલ્લા અને ફેરિયાઓને લાભ મળ્યો છે. આખા દેશમાં મેડિકલ કોલેજો 641 હતી તે વધારી 1341 કરી છે. તો ડોકટર્સની સીટ 82,464 થી વધી 1,52,129 સીટો થઈ છે. તો 2014 પહેલાં આખા દેશમાં 8 એઇમ્સ હોસ્પિટલ હતી. તે પ્રધાનમંત્રીશ્રીએ 2023માં 23 કરી છે.

  1. Gandhinagar news: કોંગ્રેસ નેતાઓ સીએમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા, જનમંચમાં મળેલી ફરિયાદો અંગે રજૂઆત
  2. CM Bhupendra Patel Reaction : પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં ઝીરો કેજ્યૂઆલિટીના અભિગમ સાથે વિશેષ આયોજન સમીક્ષા કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ

ABOUT THE AUTHOR

...view details