ETV Bharat / state

CM Bhupendra Patel Reaction : પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન

author img

By

Published : May 25, 2023, 10:26 PM IST

Updated : May 25, 2023, 10:36 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસથી પરત આવી ચૂક્યાં છે ત્યારે તેમના વિદેશ પ્રવાસની ફળશ્રુતિ શું રહી છે તેના પર મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના પ્રવાસ દરમિયાન ભારત જાણે કે વિકાસશીલ દેશોના લીડર તરીકે ઉભરી આવ્યું છે. વિકાસશીલ દેશો પણ ભારતે આશાની નજરે જોઈ રહ્યા છે.

CM Bhupendra Patel Reaction : પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન
CM Bhupendra Patel Reaction : પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન

ભારત તરફ વિશ્વની આશાભરી નજર

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જ પોતાના વિદેશ પ્રવાસથી પરત કર્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરદેશ પ્રવાસ બાબતે મહત્વના નિવેદનો આપ્યા હતાં.સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ દિવસના પ્રવાસના 40 જેટલી બેઠકો યોજી હતી અને સમગ્ર વિશ્વ હવે ભારતને એક આશાની એક નજરે જોઈ રહ્યું છે.

20થી વધુ દેશના વડાઓ સાથે મુલાકાત : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેના રોજ જાપાન પહોંચ્યા હતાં. 6 દિવસમાં પીએમ મોદીએ જાપાન, પાપુઆ ન્યૂ ગીની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ કર્યા હતા. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ 20 થી વધુ દેશના વડાઓને સાથે 40થી વધુ બેઠકોમાં ભાગ લીધો હતો જ્યારે અનેક દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભારતના વિકાસ અને વૈશ્વિક વિકાસનું વિઝન રજૂ કર્યું હતું.

વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ખૂબ જ સફળ થયો છે. દુનિયા અને વિવિધ દેશો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું એ તેમની પ્રચંડ લોકપ્રિયતા દર્શાવે છે. વૈશ્વિક ફલક પર ભારતના વધી રહેલા કદમો દર્શાવી રહ્યા છે. આજે દુનિયાના અનેક દેશો ભારતને એક આશાભરી નજરે જોઈ રહ્યા છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

ભારત અનેક દેશોનો અવાજ : સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને એક દેશોનો અવાજ બની રહ્યો છે. 21 મેના રોજ જ્યારે વડાપ્રધાન મોદી પહોંચ્યા ત્યારે પાપુઆ ન્યૂ ગીનીના વડાપ્રધાને તેમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે તેમને સન્માન વ્યક્ત કરતા તેઓ મોદીને પગે લાગ્યા હતાં. આધુનિક વિશ્વના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર આવું બન્યું છે કે એક સાર્વભૌમ રાષ્ટ્રના વડા બીજા સર્વભૌમ રાષ્ટ્રના વડાને પગે લાગે છે. આ નરેન્દ્ર મોદી અને ભારતનું સન્માન છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ દેશના વડાપ્રધાન મોદીને MODI IS BOSS તરીકે સંબોધ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ભારત જાણે કે વિકાસશીલ દેશોના લીડર તરીકે ઉભરી આવ્યું છે વિકાસશીલ દેશો પણ ભારતે આશાની નજરે જોઈ રહ્યા છે.

  1. Pm modi in Australia: આ સહન નહી કરીએ, મોદીએ ફરી ઉઠાવ્યો ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો
  2. PM Modi in Australia: સિડનીમાં પીએમ મોદીનું સંબોધન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પીએમ મોદીને BOSS કહ્યું
  3. ઓસ્ટ્રેલિયામાં નમો... નમો... પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરી
Last Updated : May 25, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.