ગુજરાત

gujarat

Banaskantha News : સંજીવની દુધની થેલીઓ તોડીને રસ્તા પર ફેક્યાનો વિડીયો વાયરલ થતાં તંત્ર થયું દોડતું

By

Published : Apr 27, 2023, 9:39 PM IST

બનાસકાંઠાના મોજરુ ગામે દૂધની થેલીઓ રસ્તા પર રઝડતી હોવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું હતું. આંગણવાડીમાંથી બાળકોને આપવામાં આવેલી દુધની થેલીઓને તોડીને એક વ્યક્તિ રસ્તા પર નાખતો હતો. જે વિડીયો વાયરલ થતાં અધિકારીઓની ટીમ દોડતી થઈ હતી. અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.

Milk Bag : દુધની થેલીઓને તોડીને એક વ્યક્તિ રસ્તા પર નાખ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર થયું દોડતું
Milk Bag : દુધની થેલીઓને તોડીને એક વ્યક્તિ રસ્તા પર નાખ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર થયું દોડતું

દૂધ સંજીવનીની થેલીઓનો વિડીયો થયો વાયરલ

બનાસકાંઠા :દિયોદર તાલુકાના મોજરુ ગામમાં આજે સવારે દૂધ સંજીવની યોજનાની દૂધની થેલીઓ રસ્તા પર રજડતી હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં દૂધ સંજીવની યોજનાની દૂધની થેલીઓ રસ્તાની સાઈડમાં પડી હતી. એક વ્યક્તિ એ દૂધની થેલીઓ તોડી એ દૂધ પશુઓની ચાટમાં નાખી રહ્યો હતો. આ વિડીયો વાયરલ થતા જ તંત્રમાં દોડધામ મચી હતી. દિયોદરના નાયબ કલેક્ટર પૂજા જોશી, સીડીપીઓ કોકીલા પટેલ સહિતની ટીમ મોજરુ ગામે પહોંચી હતી, જ્યાં ચાટમાં દૂધ નાખનાર વ્યક્તિને બોલાવી પૂછપરછ કરી હતી, જ્યાં બાજુમાં શાળા આવેલી છે. જોકે આ શાળામાં તપાસ કરતા વેકેશન હોવાના કારણે બંધ હતી.

દૂધની થેલીઓ રસ્તા પર : જે મામલે વધુ તપાસ કરતા આ દૂધની થેલીઓ આંગણવાડી કેન્દ્રમાંથી આપી હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. જેથી આંગણવાડી કેન્દ્રમાં જઇ તપાસ કરતા બાળકોને દૂધની થેલીઓ આપવામાં આવી હતી. બાળકો અડધું દૂધ પી થેલીઓ જઈ રહ્યા હતા. તે સમયે કેટલાક બાળકોએ આ દૂધની થેલીઓ રસ્તા પર ફેંકી દીધી હતી. જેથી ત્યાંથી પસાર થતા વ્યક્તિએ દૂધની થેલીઓ માટીવાળી હોવાથી દૂધ લઈને પશુઓની ચાટમાં નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું.

રસ્તા પર દૂધ નાખવાનો ઈરાદો :આ બાબતે વિડીયો વાયરલ કરનાર રાજા રાવળે જણાવ્યું હતું કે, મારા છોકરા ભણવા ગયા હતા અને તેઓ આવતા હતા, એટલે તેઓએ દૂધ રસ્તામાં પડી ગયું હતું. તો એ દૂધ મેં લઈને મારી ઘરની બાજુમાં રહેલી ચાટમાં રેડી દીધું હતું. જેથી કરીને અબોલ જીવ પીવે મારો એ જ ઈરાદો હતો. બાકી મારું બીજું કોઈ ઈરાદો હતો નહીં વિડીયો વાયરલ કરવાનો.

આ પણ વાંચો :Vadodara News: MLA યોગેશ પટેલે કહ્યું ફ્રુટ-શાકભાજી, દૂધ ,ઘી તો ઠીક ઝેર પણ ડુપ્લીકેટ મળે છે

તંત્ર થયું દોડતું : આ બાબતે તપાસ કરનાર અધિકારી સીડીપીઓ કોકીલા પટેલે જણાવ્યું હતું કે, કચેરીમાંથી નાયબ મામલતદાર એમડીનો કોલ આવ્યો હતો કે દિયોદરના મોજરુ ગામમાં સંજીવની યોજનાના દૂધના પાઉચનો એક વિડીયો વાયરલ થયો છે. તો તમે ત્યાં જાઓ અને તપાસ કરો તો હું અહીં તપાસમાં આવી હતી. મેં આંગણવાડી બહેનોને પૂછ્યું તો તેમને કહ્યું કે અહીં જે બાળકો આવ્યા હતા. તેમને અમે દૂધ આપ્યું હતું અને એમને દૂધ અડધું પીધું અને અડધું દૂધ લઈને તેઓ ઘરે તરફ આયા હતા, ત્યારે થેલી નીચે પડી ગઈ હતી એટલે માટી વાળી થઈ હતી. જેથી જે ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. તેમને જ આ દૂધની થેલીઓ બાજુમાં રહેલી ચાટમાં રેડી હતી.

આ પણ વાંચો :Fat Prices Increased : જામનગરમાં પશુપાલકોમાં આનંદો, ત્રીજી વખત ફેટના ભાવમાં થયો વધારો

દુધ કોઈના પગમાં ન આવે :નાયબ કલેકટર પૂજા જોશી એ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં દૂધ સંજીવની પાઉચનો વિડીયો વાયરલ થયો હતો. જે બાબતની અમને જાણ થતા સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા, ત્યારે ગામની શાળામાં તપાસ કરતા શાળામાં બાળકોની સંખ્યા અહેવત હોવાને કારણે મધ્યાન ભોજન હેઠળના દૂધના પાઉચ ઉતર્યા જ નથી. શાળાના આચાર્યએ પણ આ વાતનો ખુલાસો આપ્યો છે અને જે દૂધના પાઉચ હતા. તે બાળકો ઘરે લઈને જતા હતા, ત્યારે એ રસ્તામાં પડી ગયા હતા. સ્થળ તપાસ કરી તેમાં રસ્તામાં દૂધ ઢોળાયેલું જોવા મળ્યું હતું. થેલીમાં વધેલું દૂધ હતું. તે રાવળ રાજુભાઈએ આ દૂધના પાઉચ કોઈના પગમાં ન આવે એટલા માટે તોડીને ચાટમાં દૂધ રેડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details