ETV Bharat / state

Fat Prices Increased : જામનગરમાં પશુપાલકોમાં આનંદો, ત્રીજી વખત ફેટના ભાવમાં થયો વધારો

author img

By

Published : Apr 16, 2023, 2:39 PM IST

મહિનામાં ત્રીજીવાર જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધના કિલો ફેટે 10નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Fat Prices Increased : જામનગર જિલ્લાના પશુપાલકો માટે ખુશીમાં સમાચાર, ત્રીજી વખત ફેટના ભાવમાં થયો વધારો
Fat Prices Increased : જામનગર જિલ્લાના પશુપાલકો માટે ખુશીમાં સમાચાર, ત્રીજી વખત ફેટના ભાવમાં થયો વધારો

Fat Prices Increased : જામનગર જિલ્લાના પશુપાલકો માટે ખુશીમાં સમાચાર, ત્રીજી વખત ફેટના ભાવમાં થયો વધારો

જામનગર : જામનગર દૂધ સંઘ દ્વારા 820 કિલો ફેટના આ ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. પશુપાલકને કિલો ફેટે 10નો વધારો મળશે. નવો ભાવ આવતીકાલથી લાગુ પડશે. જામનગર જિલ્લા ઉત્પાદક સંઘમાં રોજનું 90000 લીટર દૂધ આવે છે. તેમાં 40000 લીટર ભેંસનું અને 50000 લીટર ગાય નું દૂધ આવે છે. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનું વાર્ષિક 120 કરોડનું ટન ઓવર છે.

ત્રીજી વખત દૂધના ફેટના ભાવ થયો વધારો : ચેરમેન જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પ્રમુખ કાંતિભાઈ ગઢિયાએ પ્રતિક્રિયા આપી છે. જામનગર પંથકમાં 70ટકાથી વધુ ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગાય, ભેંસ તેમજ બકરી સહિતના પશુઓનું પશુપાલન ખેડૂતો કરી રહ્યા છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પણ આવા વ્યવસાય સાથે જોડાતી જાય છે. મહિલાઓ પોતાના જુદા જુદા મંડળો બનાવી અને દૂધ ઉત્પાદન કરી રહી છે.

આ પણ વાંચો : Bullet Train : વલસાડના ઝરોલી ગામના પહાડમાં બુલેટ ટ્રેન માટે બની રહી છે 350 મીટર લાંબી ટનલ

જામનગર પથકના પશુપાલક જગાભાઈ જણાવી રહ્યા છે કે, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનો આવકાર્ય નિર્ણય છે. જેનાથી પશુપાલકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે તે પશુપાલક પોતાના પશુઓને પણ સારી માવજતથી સાર સંભાળ કરી શકશે.

આ પણ વાંચો : Hatkeswar Bridge : હાટકેશ્વર બ્રિજ બનાવવામાં ગેરરીતિ કરી ઠગાઈ આચરનાર એજન્સી સામે નોંધાયો ગુન્હો

દૂધના કિલો ફેટે 10નો વધારો કર્યો : મહિનામાં ત્રીજીવાર જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધના કિલો ફેટે 10નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ મહિનામાં ત્રીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ કિલો ફેટ દીઠ 810 હતા અને હવે વધારીને કિલો ફેટ દીઠનો ભાવ વધીને 820 કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Water Crisis in Patan : પાટણ નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ, કયા અધિકારી ઝપટે ચડ્યાં જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.