ગુજરાત

gujarat

Ambaji Temple Prasad Controversy : અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું, વીએચપી ધરણા કરશે

By

Published : Mar 10, 2023, 7:39 PM IST

Ambaji Temple Prasad Controversy : અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું, વીએચપી ધરણા કરશે

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના મુદ્દે હવે વિરોધ વધતો જઈ રહ્યો છે. પણ સત્તાવાળાના પેટનું પાણી હાલતું નથી. વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. તેની સાથે ભાજપના અંબાજી શહેરના ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું છે.

હું ખૂબ દુઃખી છું અને આથી હું ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું

અંબાજી : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાથી ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. માઈ ભક્તો વિરોધ કરી રહ્યા છે. પણ મંદિર સત્તાવાળા અને ગાંધીનગર સુધી અવાજ પહોંચ્યો હોવા છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેને લઈને હવે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના સ્થાનિક નેતાઓ આગળ આવ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદ ધરણા કરી મોહનથાળનો પ્રસાદ વહેંચશે :મળતા સમાચાર મુજબ ગુજરાત હાઈકોર્ટમાં અંબાજીના મોહનથાળનો પ્રસાદ બંધ થવા મુદ્દે જાહેરહિતની અરજી થાય તેવી પણ શક્યતા છે. વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. પ્રસાદ બંધ થવાના મુદ્દે આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં શનિવારે ધરણા કરશે. રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં સ્તુતિ કરી અને મોહનથાળનો પ્રસાદ વહેંચાશે. યાત્રાળુઓ, સંઘો, સંતો અને માઈ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહવાન કરાયું છે. અંબાજીના બજારો પણ સ્વૈચ્છિક રીતે બંધ રાખવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો Budget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી

વધુ કાર્યકર્તાઓ રાજીનામાં આપશે : બીજા સમાચાર એ મળી રહ્યા છે કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના મુદ્દે ભાજપમા ભંગાણ પડ્યું છે. અંબાજી ભાજપમાંથી રાજીનામા પડવાની શરૂઆત થઈ ચુકી છે. આજે શુક્રવારે ભાજપ અંબાજી શહેરના ઉપપ્રમુખે રાજીનામાની જાહેરાત કરી છે. અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ બંધ કરવાના મુદ્દે આઠમા દિવસે પણ ઉકેલ ન આવતાં રાજીનામાની જાહેરાત કરી નાંખી છે. હજી વધું કાર્યકર્તા રાજીનામા આપે તેવી શક્યતાઓ સર્જાઈ છે. અંબાજી ભાજપ શહેરના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે રાજીનામાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો પ્રસાદ મળશે

પ્રસાદ બંધ થયાને આઠ દિવસ થયા પણ કોઈ સાંભળતું નથી : અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મા અંબાના ચાચરચોક અને માના શિખરની સાક્ષીએ કહુ છું કે મેં ભાજપના ઉપપ્રમુખ પદેથી અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને આઠ દિવસ થઈ ગયા છતાં પણ સત્તાવાળાઓ દ્વારા કોઈ નિવેદન આવ્યું નથી. જેથી માઈભક્તોની લાગણી દુભાઈ છે અને ભક્તોને છેતરવાનું બંધ કરે. હું ખૂબ દુઃખી છું અને આથી હું ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details