Budget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી

author img

By

Published : Mar 4, 2023, 4:23 PM IST

Budget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળની જગ્યાએ ચિકીનો પ્રસાદ અપાશે. ત્યારે આ મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો હતો. આ અંગે કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિરોધ કર્યો હતો. સાથે જ મોહનથાળનો પ્રસાદ યથાવત્ રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અંબાજી મંદિરમાં સરકારના માણસો

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે. જોકે, મંદિર ટ્રસ્ટે હવે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ પ્રસાદનો મુદ્દો ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. સાથે જ ચિકીનો પ્રસાદ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Budget Session: ગુજરાતના પ્રત્યેક નાગરિક પર 50,000 રૂપિયાનું દેવું, સરકારે પોતે વિધાનસભામાં સ્વીકાર્યું

કૉંગી ધારાસભ્ય કાંતિ ખરાડીનું નિવેદનઃ કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, અંબાજી મંદિર અને દેવસ્થાન ઉત્તર ગુજરાતનું આસ્થા બિંદુ છે. અંબાજી મંદિર ગુજરાતની જનતાનું પણ આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા અંબાજીના મંદિરમાં મોહનથાળ પ્રસાદ સ્વરૂપે અપાતો હતો, જે હવે ચિકી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાતનો સ્થાનિક લોકોથી લઈને તમામ લોકોએ વિરોધ કરે છે. આ સાથે જ ચિકીનો પ્રસાય યોગ્ય ન હોવાનું નિવેદન કૉંગી ધારાસભ્યએ આપ્યું હતું. જ્યારે વર્ષોથી મોહનથાળની પ્રસાદ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ GMC Budget: GMCના બજેટમાં સુધારા માટે 44 સૂચનો મળ્યા, હવે અભ્યાસ બાદ અંતિમ બજેટ રજૂ થશે

અંબાજી મંદિરમાં સરકારના માણસોઃ કૉંગી ધારાસભ્ય કાંતિ ખરાડીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સોમનાથ જેવા મોટા મંદિરોમાં ટ્રસ્ટ છે, સમિતિઓ છે. લોકોનું પ્રતિનિધિત્વ પણ તેમાં છે, પરંતુ અંબાજી ટ્રસ્ટમાં ફક્ત સરકારના અધિકારીઓ છે. તેઓ સરકારના નિર્ણય સાથે જ હંમેશા સંમત હોય છે. મોહનથાળના પ્રસાદમા જો નબળી ક્વોલિટીની ફરિયાદ હોય તો મોહનથાળની ક્વોલિટી સુધારી પ્રસાદરૂપે મોહનથાળ જ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

મંદિર ટ્રસ્ટનો નિર્ણયઃ મહત્વનું છે કે, શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી ભક્તોને સુકો પ્રસાદ જ મળશે. અહીં હવે ભક્તોને મોહનથાળનો પ્રસાદ ન આપવાનો નિર્ણય અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિએ કર્યો હતો. એટલે હવે મોહનથાળનો નવો પ્રસાદ બનાવવાનો નવો ઓર્ડર પણ આપવામાં આવ્યો નથી. જેટલો સ્ટોક છે, તે પૂરો કરાશે. પછી ભક્તોને સુકો પ્રસાદ અપાશે. જોકે, અંબાજી મંદિરમાં દર્શન કરવા જઈએ અને ત્યારે તમામ ભક્તો મોહનથાળનો પ્રસાદ ઘરે લઈ જતા હતા. મોહનથાળનો પ્રસાદ એ અંબાજી માતાજીના પ્રસાદની ઓળખ હતી. જોકે, અંબાજી મંદિરના આ નિર્ણયથી માઈભક્તો નિરાશ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.