ETV Bharat / state

GMC Budget: GMCના બજેટમાં સુધારા માટે 44 સૂચનો મળ્યા, હવે અભ્યાસ બાદ અંતિમ બજેટ રજૂ થશે

author img

By

Published : Mar 3, 2023, 5:24 PM IST

GMC Budget: GMCના બજેટમાં સુધારા માટે 44 સૂચનો મળ્યા, હવે અભ્યાસ બાદ અંતિમ બજેટ રજૂ થશે
GMC Budget: GMCના બજેટમાં સુધારા માટે 44 સૂચનો મળ્યા, હવે અભ્યાસ બાદ અંતિમ બજેટ રજૂ થશે

ગાંધીનગર મ્યુનિસિપર કૉર્પોરેશનના બજેટમાં સુધારા કરવા લોકો તરફથી 44 સૂચનો આવ્યા હતા. ત્યારે હવે રિવાઈઝ્ડ બજેટ પર ચર્ચા કર્યા પછી કૉર્પોરેશન હવે ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે.

સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મામલે મળેલ મહત્વના સૂચનો

ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ગત મહિને મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કૉર્પોરેશન તંત્ર દ્વારા તેમાં રિવાઇઝ્ડ કરીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભલામણ સાથેની રકમમાં વધારો કરીને આજે ફરીથી કમિટીમાં સુધારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કહ્યું હતું કે, આ બજેટ માટે ગાંધીનગર કૉર્પોરેશનને સૂચનો મગાવ્યા હતા, જેમાં 44 જેટલા સૂચનો જાહેર જનતાએ આપ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Budget Session 2023: સાડીના કારખાનાનું પાણી દરિયામાં નાંખવા મુદ્દે સરકાર ફરીથી વિચાર કરેઃ મોઢવાડિયા

આટલો વધારો કર્યોઃ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીએ રિવાઇઝ્ડ બજેટ રજૂ કર્યું હતું. આમાં ડિસક્રિશનરી ખર્ચમાં 5 લાખ, ડેપ્યુટી મેયરના ડિસક્રિશનરી ખર્ચમાં 2 લાખ તથા તમામ કૉર્પોરેટરને તાલીમ ખર્ચમાં 15 લાખ રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે. સાથે જ રેવન્યૂની આવકમાં પણ 500 લાખ રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે. ઉપરાંત રેવન્યૂ ખર્ચમાં અલગ અલગ હેડ પ્રમાણે કુલ 52 લાખ રૂપિયાનો વધારો સ્ટેન્ડિંગ કમિટીએ સૂચવ્યો છે. તો કેપિટલ ખર્ચમાં 469 લાખ રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મામલે મળેલ મહત્વના સૂચનોઃ ઓનલાઈન મિલકત વેરો ભરનારને 10 ટકા રિબેટ, નાણાકીય વર્ષ 2022થી 2023માં જેતે કૉર્પોરેટરની ગ્રાન્ટ વાપરવાની બાકી હોય તેવી ગ્રાન્ટને 2023-24માં કેરી ફોરવર્ડ કરવી, કૉર્પોરેશનના રેકોર્ડ તથા તમામ સેવાઓનું ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલાઈઝેશન કરવું, તમામ શહેરી વિસ્તારમાં ફોગિંગ મશીનથી ફોગિંગ તથા દવાનો છંટકાવ, મિશન મિલિયન ટ્રી હેઠળ ગાંધીનગરમાં વધુ વૃક્ષો વાવવા અંગેનું આયોજન, ગાંધીનગરના બગીચાઓમાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવી, ગાંધીનગરના બગીચામાં બાળકોને રમવાની સાથે વિજ્ઞાનની જાણકારી મળી રહે તે માટે સાઈન્સ પાર્ક બનાવવાનું આયોજન ઉપરાંત એટીડીટીવી સ્કીમ લગાવવાથી બાળકોને જરૂરી જાણકારી પણ મળશે, ઈલેક્ટ્રીક વ્હીકલના વપરાશના પ્રોત્સાહન માટે ગાંધીનગરમાં અલગઅલગ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવશે.

નાણાકીય વર્ષ 2023-24ના ડ્રાફ્ટ અંદાજ મુજબ કુલ આવકઃ કેપિટલ આવક 63 ટકા (540.93 કરોડ), ટેક્સ આવક 11 ટકા (83.53 કરોડ), નોન ટેક્સ આવક 24 ટકા (186.44 કરોડ), રેવન્યૂ ગ્રાન્ટ 2 ટકા (18.33 કરોડ).

નાણાકીય વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ અંદાજ મુજબ કુલ ખર્ચઃ કેપિટલ ખર્ચ 77 ટકા (729.65 કરોડ), મહેકમ ખર્ચ 5 ટકા (51.13 કરોડ), ઈલેક્ટ્રિક સિટી અને નિભાવની ખર્ચ 7 ટકા (64.24 કરોડ), કંટિનસી ખર્ચ 4 ટકા (35.61 કરોડ), રેવન્યૂ ગ્રાન્ટ ખર્ચ 0.30 ટકા (1.40 કરોડ), સફાઈ ખર્ચ 6 ટકા (55.87 કરોડ), બગીચા નિભાવણી ખર્ચ 0.70 ટકા (12.00 કરોડ).

આ પણ વાંચોઃ Budget 2023 : ગુજરાત સરકારના બજેટમાં ચાર મહત્વના દસ્તાવેજો રજૂ ન કર્યાનો આક્ષેપ

ક્યાં ખર્ચ કરવામાં આવશેઃ કૉર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના ડ્રાફ્ટ અંદાજ મુજબ, ખર્ચમાં રંગમંચ નવિનીકરણ તથા અત્યંત કરવાની કામગીરી ઉપરાંત ગાંધીનગર કૉર્પોરેશન વિસ્તારમાં આવેલા તળાવના વિકાસ માટેનો ખર્ચ સરિતા ઉદ્યાનને અત્યંત મોડેલ બગીચો બનાવવાનું કામ. ઉપરાંત કૉર્પોરેશનની ઑફિસનું રિનોવેશન મટીરીયલ રિકવરી ફેસિલિટી સેન્ટર બનાવવાની કામગીરી ફેક્સ મશીન અને ઝેરોક્સ મશીન વગેરે જેવા કામગીરી માટે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધા માટે પણ 505 કરોડ રૂપિયાથી વધુ કુલ ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. તો હવે આ રિવાઈઝ્ડ બજેટ પર ચર્ચા કર્યા બાદ અંતિમ બજેટ કૉર્પોરેશન ટૂંક સમયમાં જ રજૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.