ગુજરાત

gujarat

Aravalli News : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા વિસ્ફોટ અવાજથી વિસ્તાર ધણધણી ઉઠ્યું, 4 મજૂરો બળીને ખાખ

By

Published : Apr 20, 2023, 10:06 PM IST

મોડાસાના લાલપુર કંપામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 4 મજુરો બળીને ખાખ થઈ ગયા છે. ફટાકડાના વિસ્ફોટથી 10 કિમી સુધી અવાજ સંભળાતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ આદર્યા હતા.

Aravalli News : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા વિસ્ફોટ અવાજથી વિસ્તાર ધણધણી ઉઠ્યું, 4 મજૂરો બળીને ખાખ
Aravalli News : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા વિસ્ફોટ અવાજથી વિસ્તાર ધણધણી ઉઠ્યું, 4 મજૂરો બળીને ખાખ

મોડાસાના લાલપુર કંપામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 4 મજુરો બળીને ખાખ

અરવલ્લી :હિંમતનગર લાલપુરા કંપા નજીક આવેલા ફટાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર એકાએક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઇ હતી. જોતજોતામાં આખું ગોડાઉન આગમાં સ્વાહા થઇ ગયુ હતું. આગની ઘટનામાં ચાર મજૂરોના મૃત્યુ થયા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતા મોડાસા પાલિકાના ફાયર બ્રિગ્રેડની ટીમે તાબડતોડ પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :Surat fire: સુરતમાં સાડી અને કુર્તા બનાવતા કારખાનામાં આગ લાગી, 4 વ્યક્તિઓનું કરાયું રેસ્કયુ

ફટાકડાના વિસ્ફોટથી 10 કિમી સુધી અવાજ સંભળાયો :ગુરુવારે બપોરના બે વાગ્યાના સુમારે અચાનક મોડાસાના લાલપુર કંપના સબલપુર રોડ પર આવેલા ફટાકડાના ગોડાઉનમાં તડાકા ભડાકા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભડ ભડ સળગી ઉઠતા ગોડાઉનમાં રહેલા ફટાકડાના વિસ્ફોટથી આજુબાજુના 10 કિલોમીટર સુધી અવાજ સંભળાતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આગના પગલે અફરાતફરી સર્જાઇ હતી. આકાશ કાળા ડિંબાગ ધુમાડાથી છવાઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ આદર્યા હતા. તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.

આ પણ વાંચો :Maharashtra News: મુંબઈ માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગતા મચ્યો ખળભળાટ

આગ લાગવાનું કારણ અકબંધ :શરૂઆતમાં તંત્ર દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે ગોડાઉનમાં કોઇ જ વ્યક્તિ નથી, પરંતુ જ્યારે આગ થોડી કાબુમાં આવી ત્યારે અંદર ચાર મજૂરોના મૃતદેહ ભુંજાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. મજૂરોનો મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં લલિત, અજય, રામભાઈ, સાજન નામના મજૂરોનું મૃત્યુ થયું હતું. આગના કારણે ગોડાઉન પર પડેલા બે ગાડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે આ આગ કેવી રીતે લાગી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફટાકડાના ગોડાઉનના માલીકનું હજુ સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી

ABOUT THE AUTHOR

...view details