ગુજરાત

gujarat

15 ફૂટ ઊંચું મેરાયુંની જ્યોત પ્રગટાવાય છે સાફાની દિવેટથી, ભક્તોની લાંબી લાઈન

By

Published : Oct 27, 2022, 11:24 AM IST

અરવલ્લીના સૌથી ઉંચા ડુંગર ઉપર દિવાળીની રાત્રે મેરાયું (Diwali in Modasa) પ્રગટાવવાની પરંપરા આજે પણ છે. શામપુર ગામ નજીક સૌથી ઊંચા ડુંગર ઉપર 15 ફૂટનું મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે. જેમાં 18 ગામના લોકો પૌરાણિક મેરાયા પાસે એકઠા થાય છે. દિવાળીની પરંપરાગત ઉજવણીમાં મેરાયું પ્રગટાવવાનું મહત્ત્વ છે. (Merayan in Shampur village)

15 ફૂટ ઊંચું મેરાયુંની જ્યોત પ્રગટાવાય છે સાફાની દિવેટથી, ભક્તોની લાંબી લાઈન
15 ફૂટ ઊંચું મેરાયુંની જ્યોત પ્રગટાવાય છે સાફાની દિવેટથી, ભક્તોની લાંબી લાઈન

અરવલ્લી અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાયું એની યાદમાં સમગ્ર દેશે દિવાળીનો (Diwali in Modasa) તહેવાર ધામધૂમથી ઉજવણી કરી હતી. આ તહેવારની અનોખી પરંપરા પ્રમાણે દિવાળીની રાત્રે મેરાયુંની મશાલ લઈ લોકો ગામમાં ફરતા હોય છે, ત્યારે મોડાસાના શામપુર ખાતે 800 ફૂટની ઊંચાઈએ પાંડવ કાળનું બનાવેલ 15 ફૂટ ઊંચાઈનું મેરાયું મહત્વ ધરાવે છે. (Merayan in Shampur village)

15 ફૂટ ઊંચું મેરાયું

15 ફૂટ ઊંચું ચુનામાંથી મેરાયું બનાવ્યુંમોડાસા તાલુકાના શામપુર ગામમાં કહેવાય છે કે, વર્ષો પહેલા દિવાળીના દિવસે ગામમાં આવેલા ઊંચા ડુંગર પર કુંઢેર મહાદેવનું સ્થાનક આવેલું છે, ત્યાં દિવાળીના દિવસે પાંડવો આવ્યા હતા અને ત્યાં ડુંગર પર આ સ્થાન પર રોકાયા હતા. દિવાળી હોવાથી પરંપરા મુજબ મેરાયું કરવું પડે તો પાંડવોએ 15 ફૂટ ઊંચું ચુનામાંથી મેરાયું બનાવ્યું અને આ મેરાયામાં જ્યોત (Merayan importance) પ્રગટાવી હતી. મેરાયુની મશાલ પ્રગતિ જ્યોતના દર્શન આસપાસના 18થી 20 ગામના લોકોએ કર્યા હતા. ડુંગર પર કંઈક ચમત્કારિક ઘટના બની હોવાનો અહેસાસ થયોને રાતનો સમય હતો. પરંતુ સવાર થતા ભક્તો ડુંગર પર જઈને જોયું તો 15 ફૂટના મેરાયામાં બળેલી મોટી દિવેટ જોઈ જેથી ખ્યાલ આવ્યો હતો કે, પાંડવો આ સ્થાન પર આવીને મેરાયું બનાવીને ગયા ત્યારથી આ સ્થાનનું અનોખું મહત્વ છે.

પૌરાણિક મેરાયા પાસે લોકો એકઠા થાયશામપુર ગામે દર દિવાળીના દિવસે 18 ગામના લોકો 800 ફૂટ ઊંચાઈ પર આવેલા પૌરાણિક મેરાયા પાસે એકઠા થાય છે. આ મેરાયામાં મોટી માત્રામાં ભક્તો ઘી લઈને આવતા હોય છે. એ સમયે સાફાની લંબાઈ જેટલી દિવેટ બનાવીને રાત્રે મેરાયું પ્રગટાવતા હોય છે. આ મેરાયાના દર્શનથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. (Merayan Diwali in Shampur village)

ABOUT THE AUTHOR

...view details