ETV Bharat / state

અરવલ્લીના સૌથી ઉંચા ડુંગર ઉપર દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ છે અકબંધ

author img

By

Published : Nov 9, 2020, 3:04 PM IST

દિવાળીની પરંપરાગત ઉજવણીમાં મેરાયું પ્રગટાવવાનું મહત્ત્વ છે. આજે પણ અરવલ્લી જિલ્લાના સૌથી ઊંચા ડુંગર પર મેરાયું પ્રગટાવવાની પરંપરા કાયમ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામ નજીક જિલ્લાના સૌથી ઊંચા ડુંગર ઉપર 13 ફૂટનું મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે.

અરવલ્લીના સૌથી ઉંચા ડુંગર ઉપર દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ છે અકબંધ
અરવલ્લીના સૌથી ઉંચા ડુંગર ઉપર દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ છે અકબંધ

  • અરવલ્લીના સૌથી ઉંચા ડુંગર ઉપર દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા
  • 13 ફૂટનું મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ જીવંત
  • દેવ દિવાળી સુધી તેલ પૂરી પૂજન કરવામાં આવે છે
  • દિવાળી નજીક આવતાં ગ્રામજનો દ્વારા મેરાયાંની સાફસફાઈ કરવામાં આવી

    મોડાસાઃ કેટલાક વર્ષો પહેલાં દિવાળીની રાત્રીએ નાનાં ગામડાઓ અને નગરોમાં બાળકો હાથમાં મેરાયું પ્રગટાવી તેલ પુરવા નીકળતાં હતાં. કાળક્ર્મે આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થઇ રહી છે. જોકે આજે પણ અરવલ્લી જિલ્લાના સૌથી ઉંચા ડુંગર પર 13 ફૂટ ઉંચા મેરાયાંમાં તેલ પુરવાની પ્રથા યથાવત છે. મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર પર આવેલ મેરાયાંમાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે, અને દેવ દિવાળી સુધી તેની પૂજા કરે છે. શ્રદ્વાળુએ રાખેલ માન્યતા પૂર્ણ થતાં જ દિવાળીના દિવસે આ મેરાયાંમાં તેલ કે ઘી પુરવા માટે આવે છે. દિવાળી નજીક આવતા ગ્રામજનો દ્વારા મેરાયાંની સાફસફાઈ તેમ જ જાળવણી કરવાની તૈયારીઓ કરવામાં આવે છે.
    દેવદીવાળી સુધી તેલ પૂરી પૂજન કરવામાં આવે છે
    દેવદીવાળી સુધી તેલ પૂરી પૂજન કરવામાં આવે છે



    1200 ફૂટ ઉંચા ડુંગર પર મેરાયું છે બિરાજમાન, આસપાસના દસ ગામડાઓ સુધી પ્રકાશ પહોંચે છે

    લોકવાયકા મુજબ મહાભારતના સમયથી અહીં મેરાયું પ્રગટાવાની પરંપરા ચાલી આવી છે, જે આજે પણ ગ્રામજનોએ દ્વારા જાળવી રાખવામાં આવી છે. 1200 ફૂટ ઉંચા ડુંગર પર ચઢાણ કરીને પણ ગ્રામજનો દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવા પહોંચી જાય છે. શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલ મેરાયું તેનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઇ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં ફેલાવતું જોવા મળે છે.
    દીવાળી નજીક આવતાં ગ્રામજનો દ્વારા મેરાયાંની સાફસફાઈ કરવામાં આવી



    સમય બદલાતા સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું છે, છતાં ગામડાઓમાં પૂર્વજોએ આપણને આપેલ સંસ્કૃતિનો વારસો, આજે પણ અકબંધ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.