ગુજરાત

gujarat

Arvalli Granted School Controversy: ગ્રાન્ટેડ શાળામાં વાલીઓ રીઝલ્ટ લેવા ગયા અને ક્લાર્કે ફી માંગી લેતા હોબાળો

By

Published : May 6, 2022, 6:36 PM IST

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ કે.એન.શાહ હાઇસ્કુલ ગ્રાન્ટેડ શાળા (Arvalli Granted School Controversy) છે. જેમાં શુક્રવારના રોજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામ લેવા માટે વાલીઓ પહોંચ્યા હતા. જોકે કલાર્ક દ્રારા રૂ.1800 ફી વસુલી કરાતા કેટલાક જાગૃત વાલીઓએ આ મુદ્દે હોબાળો કર્યો હતો.

Arvalli Granted School Controversy: ગ્રાન્ટેડ શાળામાં વાલીઓ રીઝલ્ટ લેવા ગયા અને ક્લર્કે ફી માંગી લેતા હોબાળો
Arvalli Granted School Controversy: ગ્રાન્ટેડ શાળામાં વાલીઓ રીઝલ્ટ લેવા ગયા અને ક્લર્કે ફી માંગી લેતા હોબાળો

મોડાસા: અરવલ્લ્લીમાં છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક સંસ્થાઓમાં થતી ગેરરીતીઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે મોડાસાની સૌથી જુની અને ખ્યાતનામ ગ્રાન્ટેડ શાળામાં (Arvalli Granted School Controversy) વાલીઓ પાસેથી ફી વસુલ કરવા બાબતે હોબાળો થયો હતો. વાલીઓ નિયમ વિરૂદ્વ ફી ન આપતા તેમના બાળકોનું રીઝલ્ટ આપવામાં આવ્યુ ન હતુ.

Arvalli Granted School Controversy: ગ્રાન્ટેડ શાળામાં વાલીઓ રીઝલ્ટ લેવા ગયા અને ક્લર્કે ફી માંગી લેતા હોબાળો

જાગૃત વાલીઓએ હોબાળો કર્યો: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ કે.એન. શાહ હાઇસ્કુલ ગ્રાન્ટેડ શાળા છે. જેમાં શુક્રવારના રોજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામ લેવા માટે વાલીઓ પહોંચ્યા (parents went to get the result) હતા. જોકે કલાર્ક દ્રારા રૂ.1800 ફી વસુલી કરાતા (clerk demanded a fee) કેટલાક જાગૃત વાલીઓએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. કેટલાક વાલીઓએ નિયમ વિરૂદ્વ ફી ન આપતા તેમના બાળકોનું રીઝલ્ટ આપવામાં ન આવતા ત્યારે વાલીઓ રોષે ભરાયા હતા.

કસુરવાર જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે:આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતું કે, ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ ફી અને સત્ર ફી સિવાય કોઇપણ પ્રકારની ફી ન લઇ શકાય અને આ બાબતે કે.એન.શાહ હાઇસ્કુલમાં તપાસ કરવામાં આવશે. તેમજ જો શાળા કસુરવાર જણાશે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

ગ્રાન્ટેડ શાળાઓમાં સરકાર દ્રારા મફત શિક્ષણ ની જોગવાઇ કરવામાં આવી છે તેમ છતાં કેટલીક સંસ્થાઓ વાલીઓ પાસે થી ફી લઇ સરકાર ના સારા અભિગમ પર પાણી ફેરવી રહી હોય તેવું લાગી રહ્યુ છે.

આ પણ વાંચો:કોલકાતામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો બીજેપી કાર્યકરનો મૃતદેહ, પીડિત પરિવારને મળવા જશે શાહ

ABOUT THE AUTHOR

...view details