ગુજરાત

gujarat

વરસાદના કારણે આ જિલ્લામાં જોવા મળી રહ્યો છે કુદરતી નજારો, પ્રવાસીઓ ઉમટ્યા

By

Published : Jul 29, 2022, 11:20 AM IST

અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદ થતાં ટૂરિસ્ટ સ્પોટ પર સહેલાણીઓનો જમાવડો (Tourists Crowd in Aravalli) જોવા મળી રહ્યો છે. અહીં આવેલા ઝાંઝરી ધોધ અને સુનસર ધોધમાં રમણીય નજારો (Scenic views at Zanzari and Sunsar falls) જોવા માટે અનેક સહેલાણીઓ આવી રહ્યા છે.

વરસાદના કારણે આ જિલ્લામાં જોવા મળી રહ્યો છે કુદરતી નજારો, પ્રવાસીઓ ઉમટ્યા
વરસાદના કારણે આ જિલ્લામાં જોવા મળી રહ્યો છે કુદરતી નજારો, પ્રવાસીઓ ઉમટ્યા

અરવલ્લીઃ જિલ્લામાં આ વખતે મેઘરાજાની સારી મહેરબાની જોવા મળી હતી. તેના કારણે કુદરતી રમણીય નજારો (Tourists Crowd in Aravalli) જોવા મળ્યો હતો. ત્યારે હવે સહેલાણીઓ માટે પણ અરવલ્લી એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં કુદરતી રમણીય નજારો જોવા માટે ઝાંઝરી ધોધ અને સુનસર ધોધમાં સહેલાણીઓની ભીડ (Scenic views at Zanzari and Sunsar falls) જોવા મળી રહી છે.

જિલ્લામાં નોંધાયો સારો વરસાદ - જિલ્લામાં સારો વરસાદ નોંધાતા બાયડ નજીક આવેલા ઝાંઝરી ધોધ અને ભિલોડાના સુનસર ગામમાં આવેલા સુનસર ધોધમાં લોકો ઉમટી રહ્યા છે. આ સાથે જ પર્યટકો કુદરતી નજારાની પણ (Scenic views at Zanzari and Sunsar falls) લુફ્ત ઉઠાવી રહ્યા છે.

જિલ્લામાં નોંધાયો સારો વરસાદ

તળાવ ઓવરફ્લૉ થતાં વહે છે ધોધ -જિલ્લાના ભિલોડા નગરનું સુનસર ગામ અત્યારે સહેલાણીઓ માટે ટૂરિસ્ટ સ્પોટ બની ગયું (Arvalli becomes Tourist spot) છે. ભિલોડાનગરથી 7 કિલોમીટર દૂર અરવલ્લીની ગિરિમાળાઓમાં ઊંચા ડુંગર પરથી દર ચોમાસામાં કુદરતી ધોધ વહે છે. ચોમાસામાં જ્યારે 6થી 7 ઇંચ જેટલો વરસાદ પડે છે. ત્યારે ડુંગર ઉપરનું તળાવ ભરાયને ઓવરફ્લૉ થતા પાણી ધોધ સ્વરૂપે નીચે વહે છે.

આ પણ વાંચો-ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, અદભૂત દર્શ્યો થયા કેમેરામાં કેદ

મિની કાશ્મીરનો અહેસાસ - આ ડુંગરના પથ્થરોની કુદરતી રચના એવી કરી છે કે, જ્યારે પાણી પડે છે ત્યારે રમણીય નજારાનું સર્જન (Scenic views at Zanzari and Sunsar falls) થાય છે. દૂર દૂરથી સહેલાણીઓ અહીં ધોધ જોવા આવે છે અને આ ધોધ એમને "મિની કાશ્મીર"નો અહેસાસ (Mini Kashmir in Arvalli) કરાવે છે.

આ પણ વાંચો-માઈનસ ડિગ્રીમાં લોકો કઈ રીતે જીવે છે તે જાણવા ETV Bharat પહોંચ્યું લેહ લદ્દાખ

વાત્રક નદી પર વહેતા ધોધથી આ સ્થળ નયનરમ્ય બને છે -બીજી તરફ બાયડ તાલુકાના ડાભા નજીક આવેલો ઝાંઝરી ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થાય (Scenic views at Zanzari and Sunsar falls) છે. વરસાદ થતા વાત્રક નદી પર વહેતા ધોધથી આ સ્થળ નયનરમ્ય બને છે. ઝાંઝરીની વાત્રક નદીમાં પાણી આવે ત્યારે ત્યાંના પથ્થરોની વચ્ચેથી પૂરજોશથી પાણી નીકળી ધોધ સ્વરૂપે વહે છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી પ્રવાસીઓ આ સ્થળે આવી કુદરતી સોંદર્યનો ભરપૂર આનંદ માણતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details