ગુજરાત

gujarat

અરવલ્લીમાં આદિજાતિના 1 લાખથી વધુ લોકોને મનરેગા થકી મળી રહી છે રોજગારી

By

Published : Jun 13, 2020, 8:36 PM IST

સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને કારણે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા છે. જેના કારણે છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતી મનરેગાના કામો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરવામાં આવેલા જળ સંચયના તળાવ ઉંડા કરવા, ચેકડેમ નિર્માણ કે રોડ સાઇડના કામો થકી જિલ્લાના લોકોને આર્થિક સહાય મળી રહી છે.

etv bharat
અરવલ્લી: આદિજાતિના એક લાખ કરતા વધારે લોકોને મનરેગા થકી મળી રહી છે રોજગારી

અરવલ્લી: સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને કારણે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા છે. જેના કારણે છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતી મનરેગાના કામો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.

ત્યારે જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરવામાં આવેલા જળ સંચયના તળાવ ઉંડા કરવા, ચેકડેમ નિર્માણ કે રોડ સાઇડના કામો થકી જિલ્લાના લોકોને આર્થિક સહાય મળી રહી છે.

અરવલ્લી: આદિજાતિના એક લાખ કરતા વધારે લોકોને મનરેગા થકી મળી રહી છે રોજગારી

જિલ્લામાં ચાલતા મનરેગાના કામ અંગેની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાના કારણે ગ્રામ્યમાં સ્થળાતંર કરીને આવેલા લોકો તેમજ સ્થાનિક આદિજાતિના લોકો માટે રોજગારીનો પ્રશ્ન હતો ત્યારે જળ સંચય અંતર્ગત જિલ્લામાં 596 કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના કારણે 25,450 પરિવારોના 33,485 લોકોને રોજગારી મળી રહી છે. જેથી 4,03,780 માનવદિન રોજગારીનું નિર્માણ થશે. આ શ્રમિકોને કપરા સમયે નાણાની જરૂરિયાત હોવાથી અત્યાર સુધી લોકોના એકાઉન્ટમાં રૂ. 644 લાખનું ચૂકવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details