ગુજરાત

gujarat

આણંદમાં આ વર્ષ ત્રિરંગાના વેચાણમાં 400 ટકાથી વધુનો વધારો

By

Published : Aug 16, 2022, 6:13 PM IST

હર ઘર ત્રિરંગા Har Ghar Tiranga ત્રિદિવસીય અભિયાન અંતર્ગત ઘર ઓફિસ સહિતના સ્થળોએ પ્રજાજનો ગૌરવભેર ત્રિરંગો ફરકાવી રહ્યા છે. સાથો સાથ આણંદ જિલ્લામાં પણ ગામ શહેરોમાં ત્રિરંગા Triranga Yatra in anand યાત્રાઓ યોજાઇ રહી છે. જેમાં જોડાનાર સૌ કોઇ હાથમાં ત્રિરંગો લહેરાવીને દેશાભિમાન વ્યકત કરી રહ્યા છે.

Etv Bhaઆણંદમાં આ વર્ષ ત્રિરંગાના વેચાણમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યોrat
Etv Bharઆણંદમાં આ વર્ષ ત્રિરંગાના વેચાણમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યોat

આણંદહર ઘર ત્રિરંગા (Har Ghar Tiranga) ત્રિદિવસીય અભિયાન અંતર્ગત ઘર, ઓફિસ સહિતના સ્થળોએ પ્રજાજનો ગૌરવભેર ત્રિરંગો ફરકાવી રહ્યા છે. સાથોસાથ આણંદ જિલ્લામાં પણ ગામ, શહેરોમાં ત્રિરંગા યાત્રાઓ યોજાઇ (Triranga Yatra in anand) રહી છે. જેમાં જોડાનાર સૌ કોઇ હાથમાં ત્રિરંગો લહેરાવીને દેશાભિમાન વ્યકત કરી રહ્યા છે. રાષ્ટ્રપ્રેમભર્યા છવાતા માહોલના કારણે ત્રિરંગાના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. જેની અશર અનેક સ્થળો પર જોવા મળી હતી.

આ પણ વાંચોત્રિરંગા રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા

400 ટકાનો વધારોખાદી ગ્રામોદ્યોગ મંડળીમાં રાષ્ટ્ર ધ્વજના વેચાણમાં 400 ટકાનો વધારો નોંધાયો હતો. 250થી લઇ 9800 રૂપિયા સુધીના ધ્વજનું વેચાણ થયું હતું. ગયા વર્ષે 75 હજારનું હતું વેચાણ થયું હતું. રાષ્ટ્રપ્રેમીઓએ ઉત્સાહભેર ખરીદી કર્યાનું જોવા મળ્યું છે. 370 નંગ ત્રિરંગાનુંં વેચાણ થયું હતું. હર ઘર ત્રિરંગા અભિયાનની અસર જોવા મળી હતી.

આણંદમાં આ વર્ષ ત્રિરંગાના વેચાણમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો

ખાદીના રાષ્ટ્રધ્વજનું વેચાણઆણંદમાં નગરપાલિકા નજીક આવેલ આણંદ તાલુકા સહકારી ખાદી ગ્રામોદ્યોગ મંડળી દ્વારા પ્રમાણિત ખાદીના વિવિધ સાઇઝના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તારીખ 22 જુલાઇ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધીમાં કુલ 311551ના રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું છે. ગત વર્ષ આ સમયગાળામાં રૂપિયા 75000ના ત્રિરંગાનું વેચાણ થયું હતું. મતલબ કે આ વર્ષ ત્રિરંગાના વેચાણમાં 400 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોસ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે 321 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યોજાઈ રેલી

પ્રચંડ પ્રતિસાદખાદી ભંડારના પ્રમુખ લાલસિંહ વડોદીયા, પ્રધાન પ્રમોદભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના હર ઘર ત્રિરંગા અભિયાનને આણંદ શહેર, જિલ્લામાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોએ ત્રિરંગાનું વેચાણ હાથ ધરાયું હતું. તેની સાથે ખાદી ભંડારમાં પ્રમાણિત ખાદીના રૂપિયા 250 થી 9500 સુધીની કિંમતના ત્રિરંગા વેચાણ માટે મૂકાયા હતા. જેની રાષ્ટ્રપ્રેમીઓએ ઉત્સાહભેર ખરીદી કર્યાનું જોવા મળ્યું છે.

370 તિરંગાનું વેચાણઆણંદ ખાદી ભંડારના મેનેજર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રમાણિત ખાદીના ત્રિરંગામાં ડબલ કાપડ કોટેડની પણ શ્રેણી ઉપલબ્ધ હતી. આ વર્ષ રૂપિયા 250માં 18-27 ઇંચ, રૂપિયા 660માં 2-3 ફૂટ થી શરૂ કરીને રૂપિયા 950, રૂપિયા 1500, રૂપિયા 1950 અને સૌથી વિશાળ 8 બાય 12 ફુટના ત્રિરંગાનું રૂપિયા 9500 ની કિંમતે મળીને કુલ 370 ત્રિરંગાનું વેચાણ કરાયું હતું.

આણંદમાં આ વર્ષ ત્રિરંગાના વેચાણમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો

આ પણ વાંચોHar Ghar Tiranga : રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને પોલીસ વિભાગનો સાયકલિંગ સંદેશો

આણંદમાં ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે શરૂ થયેલું હર ઘર ત્રિરંગા અભિયાનની સકારાત્મક અસર આણંદમાં Celebrating the Amrit Mohotsav of Independence in joy જોવા મળી હતી. ત્રિરંગાનો વ્યવસાય કરતા મિતેન ભાઈએ જણાવ્યું હતુ કે, આ વર્ષે જે હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત થઈ, તે પછીની બજારમાં રાષ્ટ્ર ધ્વજની માંગમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. 150 થી 200 નંગ નાના મોટા ધ્વજનું વેચાણ કરતા તેના બદલે આ વર્ષે 700 થી વધુ ધ્વજનું વેચાણ થયું છે પ્રથમ વખત એવું બન્યું છે કે, એક પણ રાષ્ટ્ર ઘ્વજ વધ્યો નથી. હાલ મિતેનભાઇ જેવા બજારમાં અનેક વેપારીઓ છે, જેમને રાષ્ટ્ર ધ્વજના વેચાણમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. હર ઘર ત્રિરંગા અભિયાનને આ રાષ્ટ્ર ધ્વજના વેચાણ કરતા વેપારીઓના મોઢે સ્મિત રેલાવી દીધું હોય તેવું લાગ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details