ગુજરાત

gujarat

SP યુનિવર્સિટી વિવાદઃ કુલપતીને સિન્ડિકેટ સભ્ય અલ્પેશે કોરોના વાઇરસ સાથે સરખાવ્યા

By

Published : Jul 21, 2020, 5:15 PM IST

આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં મંગળવારે સિન્ડિકેટ બેઠક યોજાઇ હતી. જેમાં સિન્ડિકેટ સભ્ય ડૉ. અલ્પેશ પુરોહિતને પ્રવેશ આપવામાં ન આવતા તેમને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અલ્પેશે સરદાર પટેલની પ્રતિમાને માસ્ક પહેંરાવી કુલપતિને કોરોના વાઇરસ સાથે સરખાવ્યા હતા.

sardar patel university
sardar patel university

આણંદઃ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતા સિન્ડિકેટ વિવાદમાં મંગળવારે નવો વણાંક આવ્યો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં પણ અલ્પેશ પુરોહિતને પ્રેવેશ આપવામાં ન આવતા અલ્પેશે યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને માસ્ક પહેંરાવી ઉપવાસ પર બેસતા વિદ્યાનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સરદાર પટેલની પ્રતિમાને કોણે પહેરાવ્યું માસ્ક

આ સમગ્ર ઘટનામાં સિન્ડિકેટ સભ્ય ડૉ. અલ્પેશ પુરોહિત દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમને કુલપતિ શિરીષ કુલકર્ણીને કોરોના વાઇરસ સાથે સરખાવ્યા હતા અને કુલપતિ દ્વારા લેવામાં આવતા નિર્ણયો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

સિન્ડિકેટ સભ્ય ડૉ. અલ્પેશ પુરોહિતને પ્રવેશ આપવામાં ન આવતા તેમને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો

19 ઓગષ્ટ, 2019 SP યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને સિન્ડિકેટ સભ્ય આમને સામને

વિદ્યાનગર સ્થિત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવેલા અલ્પેશ પુરોહિતને યુનિવર્સિટીમાં મળેલ સિન્ડિકેટની બેઠકમાં એક વર્ષ સુધી પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અલ્પેશ પુરોહિત અને વાઇસ ચાન્સિલર શિરીષ કુલકર્ણી વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલુ થયો છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી દ્વારા જણાવ્યા મુજબ અલ્પેશ પુરોહિત દ્વારા યુનિવર્સિટી અને વહીવટી માળખા ઉપર વારંવાર કરવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપ અને કોઈ આધાર પુરાવા રજૂ કર્યા સિવાયના માત્ર આક્ષેપોના આધારે કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને લેતા સિન્ડિકેટ સભામાં માત્ર બે સિન્ડિકેટ સભ્યોને છોડતા બાકીના સર્વસંમતિ એ અલ્પેશ પુરોહિતને એક વર્ષ સુધી સભામાં હાજર ન રહેવા દેવા ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.

શિરીષ કુલકર્ણીને કોરોના વાઇરસ સાથે સરખાવ્યા

વાઇસ ચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલ્પેશ પુરોહીતને મળેલી P.H.Dની પદવીનો પણ તેઓ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકશે નહીં. તેમને મળેલી P.H.Dની પદવી માટે તેમને યુનિવર્સિટીમાં ફરીથી એક વર્ષની અંદર થીસિસને સબમિટ કરવાની રહેશે જેવો કમિટી દ્વારા નિર્ણય લેવાની પણ તેમને જાણકારી આપી હતી. એક તરફ અલ્પેશ પુરોહીત યુનિવર્સિટીમાં ચાલતા ગેરવ્યાજબી વહીવટ તથા ભ્રષ્ટાચારથી કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયા જેવા અનેક મુદ્દાઓ પર યુનિવર્સિટી અને તેના વહીવટી તંત્ર પર આક્ષેપ કરવામાં આવે છે.

SP યુનિવર્સિટીનો બહુચર્ચિત P.H.D ગોટાળો જેને લઇ મળેલી સિન્ડીકેટ સભામાં માહોલ ગરમાયો હતો. અલ્પેશ પુરોહીત દ્વારા માત્ર વિદ્યાર્થી અને માર્ગદર્શકને સજા આપી સમગ્ર ઘટના ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. P.H.Dની પ્રવેશ પ્રક્રિયાથી લઇ વિવાદિત વિદ્યાર્થીને P.H.Dની પદવી એનાયત થયા સુધીની પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ પર SP યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરી નિષ્પક્ષ કમિટી બનાવી તેની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

આ વિષય પર બીજી તરફ વિવાદિત વિદ્યાર્થી રોનક સોનારા તથા માર્ગદર્શક યજ્ઞેશ દલવાડીને ઉચિત સજા થઈ હોવાનું રટણ વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ નગરી વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details