ગુજરાત

gujarat

આણંદ પાસે તારાપુર હાઈવે પર જીવલેણ અકસ્માત, 3નાં મોત 5ને ઈજા

By

Published : Nov 9, 2022, 11:47 AM IST

આણંદના તારાપુરમાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. તારાપુરમાં મોટી ચોકડી (Tarapur moti chokdi accident) પર ટ્રક પલટી મારતા ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે તો પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. (Truck Accident Case in Anand Tarapur)

તારાપુરમાં ટ્રક અકસ્માત સર્જતા રાજુલાના ત્રણ લોકોના મોત
તારાપુરમાં ટ્રક અકસ્માત સર્જતા રાજુલાના ત્રણ લોકોના મોત

આણંદ : તારાપુરથી મોટી દુર્ઘટના સામે આવી છે. આણંદના તારાપુરમાં ટ્રકનો ગમખ્વાર (Tarapur moti chokdi accident) અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ છે. આ અકસ્માતમાં એક સાથે 8 લોકો અડફેટે ચડ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યુ છે. તો બીજી તરફ તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. (Tarapur Accident Case)

શું હતી સમગ્ર ધટના ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલટી મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાંત્રણ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે જેમાં બે બાળકો અને એક વૃદ્ધનું મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. તો બીજી તરફ પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. (Anand Truck Accident)

પોલીસે ઘટના સ્થળે પહોંચી આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્તનોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ થયો હોવાનું સામે આવ્યુ છે. તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. (Truck Accident Case in Anand Tarapur)

ABOUT THE AUTHOR

...view details