ગુજરાત

gujarat

Amreli News: ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

By

Published : May 8, 2023, 12:02 PM IST

અમરેલી પાસેના વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કિડીયારું પૂરી ઉમદા કાર્ય કરાયું છે. કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે, સમગ્ર ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે અને વાજતે ગાજતે કિડીયારૂ પુરવામા આવ્યુ હતું.

વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મુતિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં
વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મુતિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં

વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મુતિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં

અમરેલી:આપણે ત્યાં એક કહેવત છે કે 'કીડી ને કણ અને હાથી ને મણ' બસ આ કહેવત મુજબ લાખો કીડીઓને પેટ ભરવા માટે કણ મળી રહે તે માટે કુંકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામની મહિલાઓ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1100 શ્રીફળ લેવામાં આવ્યા હતા. આ તમામ શ્રીફળમાં ડ્રીલ મશીનથી હોલ કરીને તેમાં કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમા લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી હતી.

જીવદયાનો સંદેશ: સુર્યપ્રતાપગઢ ગામની મહિલાઓ દ્વારા કીડીઓ માટેનું ભોજન તૈયાર થયા બાદ આ તમામ શ્રીફળ ગામની શેરીઓમાં તેમજ ગામની આસપાસમાં મૂકવાનું આયોજન પણ ભવ્ય રીતે કરવામાં આવ્યુ હતું. સમગ્ર ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે અને વાજતે ગાજતે કીડીયારૂ પુરવામા આવ્યુ હતું. 1100 જગ્યા પર કીડીઓ માટે ભોજન મુકવામાં આવ્યા.

આ સમગ્ર પ્રક્રિયા મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી. " પૃથ્વી પરના તમામ નાના જીવો માટે લોકોમાં જીવદયાનો સંદેશ આપવા માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે"--અમરેલીના લોકો

આ પણ વાંચોઃ

  1. Amreli News : વરસાદ વરસ્યો છતાં સૌરાષ્ટ્રના એક માત્ર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક સુરક્ષિત
  2. Amreli News : દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના આંટાફેરાથી શ્વાનોમાં નાસભાગ મચી, જૂઓ વિડીયો
  3. Amreli Crime : અમરેલીમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

જીવનક્રમ જળવાઈ: કુંકાવાવ તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામે આગામી 10 તારીખે ભગવાન સ્વામિનારાયણનો મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. તેના અનુસંધાને આ પ્રકારના વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. આમ સુર્યપ્રતપગઢના ગ્રામજનો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન ઘણા ઉમદા કાર્યો કરવામાં આવેલ તેમજ અબોલ મૂંગા પશુ પક્ષી માટે પણ જવાબદરી બને છે કે, આપણે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. 1100 જેટલા શ્રીફળ ભરવાથી તેની અંદર રહેલ અનાજ લાંબો સમય સુધી ટકી રહે છે. ખરાબ થતું નથી. આ માટે તેમના વિચાર્યા બાદ કીડિયારું શ્રીફળમાં ભરવામ આવેલું હતું. તેના માટે પાણી ચણ વગેરે મળી રહે અને જીવનક્રમ પણ જળવાઈ રહે માટે આ એક પહેલ કરવામાં આવેલી છે.

ABOUT THE AUTHOR

...view details