ETV Bharat / state

Amreli Crime : અમરેલીમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

author img

By

Published : Apr 21, 2023, 5:30 PM IST

અમરેલીમાંથી પોલીસે 2 કિલો ઉપર ગાંજા સાથે મહિલાને ઝડપી પાડી છે. પોલીસે બાતમી આધારે મહિલાના રહેણાંક મકાનમાં દરોડા પાડતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાના વેચાણમાં અન્ય બે શખ્સોને પકડવા પોલીસે કવાયત હાથ ઘરી છે.

Amreli Crime : અમરેલીમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ
Amreli Crime : અમરેલીમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

અમરેલીમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

અમરેલી : યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવે છે. અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર પોલીસે શહેરમાં ભેજવાળા ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડી છે

શું છે સમગ્ર મામલો : અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચના PI, એસ.જી.દેસાઇ તેમજ SOGટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે માહિતી મળી કે, અમરેલી શહેરમાં રહેતા જેતુન ઉર્ફે નજુ અબુશા ઓઠા, મોટા કસબાવાડ ગુંદીયા ચોરા પાસે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ કરે છે. જે બાતમીના આધારે દરોડા કરતા એક મહિલાને ઝડપી પાડી હતી.

આ પણ વાંચો : Surat Crime : શેરડીના ખેતરમાં છુપાયેલા 334 કિલો ગાંજા પર પોલીસે માર્યો છાપો

પોલીસે માદક પદાર્થ ભેજવાળો ગાંજો કીલો 2 કીલો 0.15 ગ્રામ જેની કિંમત રૂપિયા 20,155 તેમજ મોબાઇલ ફોન નંગ-1 સહિત કુલ 20,650નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. મહિલાને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી વિસ્તારમાં અગાઉ ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. ગાંજો અનેક વખત છૂટો છવાયો પોલીસના હાથે ઝડપાયા છે, ત્યારે ગાંજો ક્યાં ક્યાં વિસ્તારમાં સપ્લાય થતો હતો? કેટલા સમયથી વેચાણ થતું હતું કે કેમ? અન્ય આરોપીઓ સાથે વધુ કેટલા સંડોવાયેલા છે કે કેમ? આ સમગ્ર બાબતે પોલીસ મહિલા આરોપીની પૂછપરછ કરશે.

આ પણ વાંચો : Ahmedabad Crime: ચાંદલોડિયામાં ચરસની ડિલિવરી કરવા આવેલો આરોપી રંગેહાથ ઝડપાયો, 1.38 લાખનો મુદ્દામાલ કબજે

અન્ય શખ્સો કોણ સામેલ : ગાંજાના કેસને લઈને બીજા બે શખ્સો પણ સામેલ હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. અમરેલી SOGની ટીમે સોહિલ હારૂનભાઇ અગવાન (રહે.અમરેલી) અને સમીર જમાલભાઈ કુરેશી (રહે.અમરેલી)ને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.