ગુજરાત

gujarat

Tribute To Anil Joshiyara: કોંગ્રેસ MLA અનિલ જોષીયારાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, CM ભૂપેન્દ્ર પટેલે અર્પી શ્રદ્વાંજલિ

By

Published : Mar 15, 2022, 5:17 PM IST

અરવલ્લીના ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. CM ભૂપેન્દ્ર પટેલ અને સુખરામ રાઠવા સહિતના નેતાઓ અને લોકોએ અનિલ જોષીયારાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ (Tribute To Anil Joshiyara) આપી હતી.

Tribute To Anil Joshiyara: કોંગ્રેસ MLA અનિલ જોષીયારાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, CM ભૂપેન્દ્ર પટેલે અર્પી શ્રદ્વાંજલિ
Tribute To Anil Joshiyara: કોંગ્રેસ MLA અનિલ જોષીયારાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, CM ભૂપેન્દ્ર પટેલે અર્પી શ્રદ્વાંજલિ

મોડાસા: અરવલ્લી જિલ્લાના ભિલોડાના કોંગ્રેસ ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા (Congress MLA Anil Joshiyara)નું સોમવારના રોજ સારવાર દરમિયાન નિધન થતાં સમગ્ર અરવલ્લીમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે. તેમનું પાર્થિવ શરીર તેમના માદરે વતન ભિલોડાના ચુણાખાણ (bhiloda chunakhan Arvalli) ખાતે લાવવામાં આવતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા સુખરામ રાઠવા તેમજ રાજકીય નેતાઓ, કાર્યકર્તા અને લોકોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન (Tribute To Anil Joshiyara) અર્પણ કર્યા હતા.

અરવલ્લીમાં ઘેરા શોકની લાગણી છવાઇ.

ચેન્નાઇમાં કોરોનાની સારવાર હેઠળ હતા-અનિલ જોષીયારાને ફેફસામાં તકલીફ જણાતા (Corona In Gujarat) સારવાર માટે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાએ સોમાવારના રોજ બપોરે અંતિમ શ્વાસ છોડ્યા હતા. તેઓ છેલ્લા એક માસ કરતા વધારે સમયથી કોરોનાની સારવાર (Corona Treatment In Chennai) લઈ રહ્યા હતા. ત્રીજી વેવ (Corona Third Wave In Gujarat)માં તેઓ કરોનાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ (ahmedabad cims hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉ. અનિલ જોષીયારાએ સોમાવારના રોજ બપોરે અંતિમ શ્વાસ છોડ્યા હતા.

આ પણ વાંચો:Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

મંગળવારના રોજ તેમના માદરે વતન નશ્વરદેહને લાવવામાં આવ્યો-જોષીયારાનું 69 વર્ષની વયે નિધન થયું છે. જોષીયારા 5 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ શંકરસિંહ વાઘેલાની સરકાર (shankarsinh vaghela government)માં ગુજરાતના આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. જો કે તેમને ફેફસામાં તકલીફ જણાતા તાત્કાલીક એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ (Corona Death In Gujarat) થયું હતું. મંગળવારના રોજ તેમના માદરે વતન ભિલોડાના ચૂણાખાણમાં તેમના નશ્વરદેહને લાવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી તેમને શ્રદ્વાંજલી અર્પણ કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી શ્રદ્વાંજલી અર્પણ કરી.

આ પણ વાંચો:કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાને સરકાર પૂરતી મદદ કરશે : પ્રદીપસિંહ વાઘેલા

નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં-મુખ્યપ્રધાન સાથે રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ, શિક્ષણ રાજ્યપ્રધાન અને જિલ્લા પ્રભારી પ્રધાન કુબેરભાઇ ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો રાજેન્દ્રસિંહ, પૂંજા વંશ, જશુ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ ચૂણાખાણ ખાતેના અંતિમધામમાં તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

ABOUT THE AUTHOR

...view details