ગુજરાત

gujarat

સાંસદ પછી હવે ભાજપના ઉમેદવારની દાદાગીરી, ધમકી આપતો વીડિયો વાઈરલ

By

Published : Nov 21, 2022, 3:14 PM IST

અમરેલીમાં રાજુલા વિધાનસભા બેઠક (Rajula Assembly Constituency) પરથી ભાજપે હીરાભાઈ સોલંકીને ટિકીટ (Hirabhai Solanki BJP Candidate for Rajula) આપી છે. ત્યારે ભાજપના આ ઉમેદવાર અત્યારે ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી ગયા છે. તેવામાં ભાજપના ઉમેદવારનો એક વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ખૂલ્લેઆમ ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે.

સાંસદ પછી હવે ભાજપના ઉમેદવારની દાદાગીરી, ધમકી આપતો વીડિયો વાઈરલ
સાંસદ પછી હવે ભાજપના ઉમેદવારની દાદાગીરી, ધમકી આપતો વીડિયો વાઈરલ

અમરેલીગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામ્યો છે. ત્યારે અમરેલીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. અહીં તમામ રાજકીય પક્ષોએ જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં રાજુલા વિધાનસભા બેઠક (Rajula Assembly Constituency) પર ભાજપના હીરા સોલંકી (Hirabhai Solanki BJP Candidate for Rajula) અત્યારે ચૂંટણી પ્રચાર (Gujarat Election 2022) કરી રહ્યા છે. તે દરમિયાન તેમનો એક વિવાદાસ્પદ વીડિયો વાઈરલ (BJP Candidate Hira Solanki Viral Video) થઈ રહ્યો છે. તેમાં તેઓ ખૂલ્લેઆમ ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે.

ધમકીભરી ભાષામાં વાત

ધમકીભરી ભાષામાં વાતરાજુલામાં ભાજપ ઉમેદવાર હીરા સોલંકી (Hirabhai Solanki BJP Candidate for Rajula) દબંગ નેતા તરીકે ઓળખાય છે. ત્યારે તેમનો એક વીડિયો વાઈરલ (BJP Candidate Hira Solanki Viral Video) થઈ રહ્યો છે. તેમાં તેઓ લોકોને કહી રહ્યા છે કે, કોઈના બાપથી ડરતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે. આ ધાકધમકી દેવા વારા અહીં જે નીકળ્યાં છે ને તે બધાના હું ડબ્બા ગૂલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજો, તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજો. ચૂંટણી (Gujarat Election 2022) પૂરી થશે પછી એ છે અને હું છું.

પ્રચાર પ્રસારનો દોર શરૂ મહત્વનું છે કે, અમરેલી જિલ્લાની બેઠકો (Rajula Assembly Constituency) કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારનો દોર શરૂ કરી દીધો છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Public Meeting in Amreli) પણ જાહેરસભા સંબોધન કર્યું હતું. તેમણે પણ અહીંના મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details