ગુજરાત

gujarat

દેશી દારૂ બનાવવાનું દૂષણ અટકાવવા જતાં બુટલેગરે કર્યો જીવલેણ હુમલો

By

Published : Dec 31, 2022, 3:39 PM IST

ગામે છેલ્લા 30 વર્ષથી દેશી દારૂનું ખુલ્લેઆમ (Liquor ban in Gujarat)વેચાણ શરૂ છે જેને બંધ કરવું જરૂરી બન્યું છે. ત્યારે બાબરા પંથકમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે.બાબરાના લુણકીમાં(liquor making in Babara) માથાભારે તત્વો ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર કરે છે.પોલીસ પગલા ભરે તો પણ છૂટીને ફરી પાછો દારૂનો વેપલો શરૂ કરી દે છે. ત્યારે અહીંના સરપંચના પતિ પરેશભાઈ કથીરિયાએ આજે દારૂના ધંધાર્થીઓને ટપારિયા હતા. જેના કારણે દારૂનો વેપાર કરતો પપ્પુ નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. અને પરેશ કથીરિયાને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

બાબરામાં પ્રતિનિધિ દેશી દારૂ બનાવવાના દૂષણ અટકાવવા જતાં બુટલેગર દ્વારા કરાયો જીવલેણ હુમલો
બાબરામાં પ્રતિનિધિ દેશી દારૂ બનાવવાના દૂષણ અટકાવવા જતાં બુટલેગર દ્વારા કરાયો જીવલેણ હુમલો

અમરેલીગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat) છતાં દારૂના ધંધાર્થીઓ બેફામઅમરેલીના બાબરા તાલુકાના લુણકી ગામના સરપંચના પતિ દારૂના ધંધાર્થીને ટપારતા તેને માથામાં પથ્થર ઝીંકી ગંભીર ઇજા પહોંચાડયાની ઘટના સામે આવી છે.

બાબરા તાલુકાના લુણકી ગામે છેલ્લા 30 વર્ષથી દેશી દારૂનું ખુલ્લેઆમ (Liquor ban in Gujarat) વેચાણ શરૂ છે જેને બંધ કરવું જરૂરી બન્યું છે. ત્યારે બાબરા પંથકમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે.બાબરાના લુણકીમાં માથાભારે તત્વો ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર કરે છે.પોલીસ પગલા ભરે તો પણ છૂટીને ફરી પાછો દારૂનો વેપલો શરૂ કરી દે છે. ત્યારે અહીંના સરપંચના પતિ પરેશભાઈ કથીરિયાએ(liquor making in Babara આજે દારૂના ધંધાર્થીઓને ટપારિયા હતા. જેના કારણે દારૂનો વેપાર કરતો પપ્પુ નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. અને પરેશ કથીરિયાને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

અમરેલી હોસ્પિટલમાં રિફર કરાયસ્થાનિક ગામના આગેવાનોએ પણ જણાવ્યું હતું કેઅહીં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચે છે. તેની સામે આકરા પગલાં લેવામાં આવે અવાર નવાર લેખિત અને મૌખિક પોલીસને રજૂઆતો કરવામાં આવે છે. છતાં દારૂનો વેપલો બંધ થતો નથી. અને બુટલેગરો દ્વારા જીવલેણ હુમલાઓ કરવામાં આવે છે. યોગ્ય અમારી પોલીસ સમક્ષ ન્યાયની માંગણી છે. અને દારૂના દુષણને ડામવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details