ગુજરાત

gujarat

Amreli News : લાઠીના દૂધાળામાં મિયાવાકી પદ્ધતિથી હજારો વૃક્ષો વાવવાનું અભિયાન

By

Published : Apr 14, 2023, 3:28 PM IST

વૃક્ષારોપણની પ્રવૃત્તિ માટે ઝૂંબેશ સ્વરુપે લાઠીના દૂધાળામાં ખાસ પ્રેરક સંકલ્પ લઇને કામ શરુ કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાના જન્મદિને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. કુલ 6100 જેટલા વૃક્ષો વાવીને પંથકનું મિયાવાકી પદ્ધતિથી વનીકરણ વધારવાનો તેમાં હેતુ છે.

Amreli News : લાઠીના દૂધાળામાં મિયાવાકી પદ્ધતિથી હજારો વૃક્ષો વાવવાનું અભિયાન
Amreli News : લાઠીના દૂધાળામાં મિયાવાકી પદ્ધતિથી હજારો વૃક્ષો વાવવાનું અભિયાન

6100 જેટલા વૃક્ષો વાવીને પંથકમાં વૃક્ષોની હરિયાળીનું સર્જન

અમરેલી : અમરેલી જિલ્લાના લાઠીનાં દૂધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાનાં જન્મદિને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. વૃક્ષો દ્વારા પર્યાવરણનું સંવર્ધન કરવામાં મદદ મળતી હોય છે અને હવામાં ઓક્સિજનમાં પણ સુધારો થતો હોય છે. ત્યારે અમરેલી પંથકમાં વૃક્ષો વધારવાના હેતુથી મિયાવાકી પદ્ધતિથી સામાજિક વનીકરણની પ્રવૃત્તિ રુપે દૂધાળા ગામે 6100 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

સવજીભાઈ ધોળકીયાના વતનનું ગામ દૂધાળા : દૂધાળા ગામનાં વતની અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ તેમનાં જન્મદિન નિમિતે એક વર્ષમાં મિયાવાકી વન તૈયાર કરવાનો નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત 12 એપ્રિલે જન્મદિને દુધાળા ગામે 6100 વૃક્ષો વાવવાનો આરંભ કરાયો હતો. જાપાનની મિયાવાકી પધ્ધતિથી એક વર્ષમાં અલગ-અલગ સ્થળોએ 6 લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Padma Shri Savji Dholkiya : મારું સપનું છે કે 100 વર્ષ સુધી જીવિત રહું અને રાષ્ટ્ર માટે વધુ 40 વર્ષ કામ કરું

6 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું :પદ્મશ્રીનો એવોર્ડ મેળવનાર અને લાઠી પંથકમાં ચેક ડેમ અને અનેક સરોવરનું નિર્માણ કરનાર સુરતના ડાયમંડ કિંગ કહેવાતા સવજીભાઈ ધોળકિયાએ પોતાના જન્મદિવસના દિવસે અનોખો સંકલ્પ કર્યો છે. આ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું જંગલ ઉછેરવા સંકલ્પ કરીને એક વર્ષમાં 6 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે. અગાઉ પોતાના ખર્ચ અને હવે સરકાર સાથે પીપીપીના ધોરણે તેઓ અહીં જુદા જુદા સરોવર અને ચેકડેમનું નિર્માણ પણ કરી રહ્યા છે.

વનનિર્માણનો સંકલ્પ : આ વિસ્તારમાં એક જંગલ પણ તૈયાર કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. તેમનો 61મો જન્મદિવસ હોય દૂધાળામાં 6100 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યા હતો. જે આ વૃક્ષો કાગળિયા નદી પર તૈયાર કરેલા સરોવરના કાંઠે વાવવામાં આવશે. હાલમાં ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા હરસુરપુર દેવળીયા, લુવારિયા, દૂધાળા, કેરીયા,અકાળામાં જળસંચયની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Padma Shri 2022: કર્મચારીઓને બોનસમાં કાર આપનારા 'ડાયમન્ડ કિંગ' સવજી ધોળકિયાને પદ્મશ્રી

વૃક્ષ વાવી જતન કરવું જરૂરી : સવજીભાઇ ધોળકીયાએ આ અવસરે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ મારે દરેક જન્મદિન નિમિત્તે હું મારી ઉંમર પ્રમાણે વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ કરું છું. મોટી સિદ્ધિ તરીકે પંચગંગા તીર્થના નિર્માણ છે. અહીં પાંચ જેટલાં મોટાં સરોવરોને તૈયાર કરવા માટેની મહેનત કરવામાં આવી રહી છે. અંદાજે 200 એકરની અંદર આ સરોવર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. આ તળાવ બનાવવા માટે અત્યાર સુધીમાં પાંચ લાખ ટ્રક જેટલી માટી ઉલેચવામાં આવી છે. હવે તો ગણતરીઓ કરવાનું પણ બંધ કરી દીધું છે. આ માટીને દૂર કર્યા બાદ તેમણે જમીનની અંદર પાણીનું સિંચન થઈ શકે એના માટે ખૂબ મોટું કામ કર્યું છે. પંચગંગા તીર્થના વિકાસ બાદ 30 કિલોમીટર જેટલા વિસ્તારમાં જમીનના તળમાં પાણીનો ભરાવો થશે અને તેના કારણે આસપાસનાં ગામોમાં પાણીનો જળસ્તર વધશે અને ખેડૂતોને ખૂબ મોટો લાભ થશે. પંચગંગા તીર્થને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને અહીં પાર્ક, બોટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.માદરે વતનને આવનારા સમયમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી અને સરોવર તૈયાર કરી આજુબાજુના વિસ્તારમાં હરિયાળી વધારી મારા વતનને સમૃદ્ધ બનાવી શકાશે. વૃક્ષ વાવી જતન કરવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details