ગુજરાત

gujarat

નરોડાના વિવાદિત ઓવરબ્રિજનું નામ રેલવે ઓવર બ્રિજ કરાયું

By

Published : Jun 8, 2022, 6:02 PM IST

અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનાવેલ રેલવે ઓવરબ્રિજનું (Naroda Over Railway Bridge) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજના નામ લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને હાલ લોકાર્પણ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નરોડાના વિવાદિત ઓવરબ્રિજનું નામ રેલવે ઓવર બ્રિજ કરાયું
નરોડાના વિવાદિત ઓવરબ્રિજનું નામ રેલવે ઓવર બ્રિજ કરાયું

અમદાવાદ:શહેર કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ નરોડામાં રેલવે લાઈન પરનો(Naroda Over Railway Bridge) વિવાદિત ઓવરબ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ 50 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા હિંમતનગર રેલવે બ્રિજ (Railway bridge)પર તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ નામ લઈને વિવાદ ચાલતો હતો. જેને લઇને હાલ લોકાર્પણ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદના ડૉક્ટરોએ 107 વર્ષની વૃદ્ધાના હૃદયને ફરી ધબકતું કરી રેકોર્ડ બનાવ્યો

હાલમાં રેલવે ઓવર બ્રિજ નામ -સિંઘ સમાજ અને દલિત સમાજ દ્વારા નામ લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સિંધી સમાજ સતગુરુ ટેઉરામજી મહારાજ નામ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે વિવાદ કરવામાં આવ્યો હતો. ભારે વિવાદ થતા હાલમાં જે તકતી લગાવામાં આવી છે તે તકતીમાંઅટર રેલવે 'ઓવરબ્રિજ' નામ જોવા મળી રહ્યું છે. આ લોકાર્પણમાં કોઈપણ અણબનાવ બને તે માટે પોલીસ અત્યારથી તહેનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃમુખ્યપ્રધાન લોકાર્પિત કરવાના છે તે બ્રિજને લઇને સામસામે બે જૂથ, શું છે મામલો જાણો

ડોમમાં પણ સઘન ચેકીંગ -જે જગ્યા કાર્યક્રમ માટે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તે ડોમમાં દલિત સમાજના લોકો વિરોધ કરવા બેસી ગયા હતા. આ ડોમમાં પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દલિત સમાજ દ્વારા આ રેલવે ઓવરબ્રિજ નામ રોહિતદાસ રાખવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સિંધી સમાજ દ્વારા પણ પોતાના સંત ગુરુ નામ રાખવાની માંગ કરતા વિવાદ વકર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details