ગુજરાત

gujarat

Ahmedabad News: અમદાવાદના મહેમાન સુદેશ ભોસલેએ કહ્યું, સમયની સાથે સંગીતમાં ફેરફાર થયો

By

Published : May 8, 2023, 8:38 AM IST

બોલિવૂડ પ્લેબેક સિંગર સુદેશ ભોસલે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. શહેરમાં એક ઇવેન્ટમાં તેમણે ખાસ હાજરી આપીને બોલીવુડના હીટ સોંગ પર લોકોનું મનોરંજન કર્યું હતું. માત્ર પોતાના સમયના જ નહીં, પરંતુ આજના પોપ્યુલર સિંગર એવા અરિજિત સિંહના ગીત પણ ગાઈને લોકોને ખુશ કરી દીધા હતા.

અમદાવાદમાં આવેલા સુદેશ ભોસલેએ કહ્યું, સમયની સાથે સંગીતમાં ફેરફાર થયો
અમદાવાદમાં આવેલા સુદેશ ભોસલેએ કહ્યું, સમયની સાથે સંગીતમાં ફેરફાર થયો

અમદાવાદમાં આવેલા સુદેશ ભોસલેએ કહ્યું, સમયની સાથે સંગીતમાં ફેરફાર થયો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વખત મ્યુઝીકલ ઇવેન્ટનો સિલસિલો શરૂ થયો છે. જેમાં આ વખતે બોલીવુડના જાણીતા સિંગર સુદેશ ભોસલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ ઇવેન્ટમાં તેમણે ડાયલોગથી લઈને મીમીક્રી સુધી તથા ફિલ્મી ગીતો રજુ કરીને લોકોને ખુશ કરી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજની સ્ટ્રેસફુલ લાઇફમાં મ્યુઝિક સૌને રિલેક્સ રાખે છે. તણાવમાંથી બહાર નીકળવાનો આ એક ઉત્તમ રસ્તો છે. સમયની સાથે સાથે સંગીતમાં પણ બદલાવ આવ્યો છે. આપણા દેશનું મ્યુઝિક એક ફાઉન્ડેશન છે જે વર્ષોથી મજબૂત છે.

"સમયની સાથે સાથે સંગીત પણ બદલાયું છે. જેથી તેને વર્તમાન સમયના સંગીતને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ ભારતનો જે મ્યુઝિક છે જેનો ફાઉન્ડેશન છે તે ખૂબ જ મજબૂત છે. જેના કારણે કોઈપણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં. પરંતુ અત્યારના ગીતના જે શબ્દો જે છે તેમાં સુધારો કરવો જોઈએ અને આજના નવા બાળકોને સમજાવવા જોઈએ. આજના બાળકોને અત્યારના જ સંગીત સાંભળવા ગમે છે. ત્યારે આપણને 1960-1970 ના ગીતો વધારે ગમે છે એટલે સમય પ્રમાણે બદલાવ થયો પણ જરૂરી છે"--(સિંગર સુદેશ ભોસલે )

આજનો યુથ:સંગીતના સરસ્વતી તરીકે ઓળખાતા આશા ભોસલે પણ આજના યુથને કહ્યું હતું કે" જે આજનો યુથ સંગીત ગાઈ રહ્યા છે. તે હું ક્યારે ગઈ શકું નહીં. પરંતુ જે મ્યુઝિક ડાયરેક્ટર મ્યુઝિક બનાવે છે. તેમના ફાઇનાન્સિયલ જે મ્યુઝિક માં પૈસા લગાવે છે. તે જર્મની કે અન્ય સુપરહિટ ગીતનું કોપી કરવામાં આવે છે. તે સંગીતકાર પર ફોર્સ કરવામાં આવે છે. પરંતુ પહેલાના સમયમાં જો કોઈ સંગીતકારને પસંદ આવે તો જ રેકોર્ડિંગ કરવામાં આવતું હતું. પરંતુ અત્યારના સમયમાં એવું જોવા મળતું નથી.

બીજાને પ્રેમ કરો: વધુ જણાવ્યુ હતું કે અમે રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબમાં ઘણા વર્ષો પહેલા આવ્યા હતા. આજની વ્યસ્ત જિંદગીમાં સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ પડી રહ્યો છે. પરંતુ સંગીત એક એવી વસ્તુ છે કે જે આપણને તણાવ દૂર કરે છે. તો તે સંગીત માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. અમે જ્યાં પણ સંગીતનો કાર્યક્રમ કરવા જઈએ છીએ ત્યાં લોકોને એક જ સંદેશો આપીએ છીએ કે એકબીજાને મળીને રહો અને એકબીજાને પ્રેમ કરો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું એક સંગીતથી સેમીલા વ્યક્તિને ચહેરા પર ખુશી આપી રહ્યો છુ. જે મારા માટે સૌથી મોટું ઇનામ કહી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details