ETV Bharat / state

Ahmedabad News : સુદાનથી પરત લવાયેલા મૂળ ગુજરાતીઓમાંથી 14 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયાં, આ હતું કારણ

author img

By

Published : May 2, 2023, 6:50 PM IST

Ahmedabad News : સુદાનથી પરત લવાયેલા મૂળ ગુજરાતીઓમાંથી 14 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયાં, આ હતું કારણ
Ahmedabad News : સુદાનથી પરત લવાયેલા મૂળ ગુજરાતીઓમાંથી 14 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયાં, આ હતું કારણ

હાલમાં ઓપરેશન કાવેરી હેઠળ સુદાનથી મૂળ ગુજરાતી નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે યલો ફીવર રસી લીધેલી ન હોય તેવા 14 પ્રવાસીઓ અમદાવાદ કોર્પોરેશન આરોગ્યવિભાગની ચકાસણીમાં મળી આવ્યાં હતાં. જેને પગલે તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

હોમ ક્વોરન્ટાઇન કરાયા

અમદાવાદ : ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે 231 લોકોને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મૂળ ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા હતાં. જેના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યવિભાગ દ્વારા તમામનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વેક્સિનેશન વગર ભારત પરત લવાયેલા 14 લોકોને 6 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આરોગ્યવિભાગ દ્વારા સ્કેનિંગ : સુદાનમાં ચાલી રહેલા આંતરિક ગૃહયુદ્ધનો ભોગ બનેલા ભારતીયોને કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે સવારે વધુ 231 લોકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. તેઓનું ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આપત્તિ સમયે પરત લવાયેલા મૂળ ગુજરાતી સુદાની નાગરિકોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યવિભાગ દ્વારા સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે આવેલા લોકોમાં 14 વ્યક્તિ કોરોના વેક્સિન લીધેલી ન હતી. આ તમામને 6 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Operation Kaveri : અમદાવાદ એરપોર્ટ પર ગૃહપ્રધાન હર્ષ સંઘવી, 231 મૂળ ભારતીયોને આપ્યો આવકાર

કોરોનાને લઇ સાવચેતી : AMC હેલ્થ અધિકારી ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ઓપરેશન કાવેરી હેઠળ સુદાનથી લાવવામાં આવેલ 231 લોકોને સ્ક્રિનિંગ કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. યલો ફીવર વેક્સિન ન લીધી હોય તેવા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. 231 લોકોના સ્કેનિંગમાં 14 લોકો વેક્સિન વગરના સામે આવ્યા હતાં. જેથી 6 દિવસ માટે તમામ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશનના આરોગ્યવિભાગની ટીમ અમદાવાદ એરપોર્ટ ઉપર તહેનાત કરવામાં આવી છે. અને ફ્લાઈટમાં આવતા લોકોને ચેકઅપ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

એપ્રિલમાં ઝાડાઉલટીના કેસમાં વધારો : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. એપ્રિલ માસમાં ઝાડા ઉલટીના 373 કેસ કમળાના 92 કેસ ટાઈફોડના 269 કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ માસમાં સાદા મેલેરિયાના 17 કેસ ચેરી મેલેરિયાના બે કેસ અને ડેન્ગ્યુના 27 કે સામે આવ્યા હતાં. વિભાગ દ્વારા એપ્રિલ માસમાં કુલ 67918 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ડેન્ગ્યુ માટે 2312 સીરમ સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો Operation Kaveri : ઓપરેશન કાવેરીમાં રેસ્ક્યુ કરાયેલા ગુજરાતી નાગરિકો રાજકોટ વતનમાં પહોંચ્યાં, સુદાનની હાલત વર્ણવી

72 પાણીના સેમ્પલ અનફિટ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 14,250 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 387 જેટલા ટેસ્ટ નીલ આવ્યા હતા. આ ઉપરાંત બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે 3230 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 72 જેટલા પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે અને કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 81030 જેટલી ક્લોરિન ગોળીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.