ગુજરાત

gujarat

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના ચોકાવનારા આંકડા સામે આવ્યા

By

Published : Sep 15, 2021, 10:56 AM IST

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જાહેર કરેલા આંકડા મુજબ 1 થી 11 સપ્ટેમ્બરના પ્રથમ 11 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 87, ઝેરી મેલેરિયાના 9, ડેન્ગ્યૂના 179 અને ચીકનગુનિયાના 91 કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના ચોકાવનારા આંકડા સામે આવ્યા
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના ચોકાવનારા આંકડા સામે આવ્યા

  • અમદાવાદ શહેરમાં વકર્યો રોગચાળો
  • 15 દિવસમાં ડેન્ગ્યુના 300 થી વધુ કેસ નોંધાયા
  • મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો થતાં તંત્ર હરકતમાં

અમદાવાદ: શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ 1 થી 11 સપ્ટેમ્બરના પ્રથમ 11 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 87, ઝેરી મેલેરિયાના 9, ડેન્ગ્યૂના 179 અને ચીકનગુનિયાના 91 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 300થી વધુ કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં સતત વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાએ નવ વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં સતત વધારો થતો હોવાથી હરકતમાં આવી તે વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. તો કેટલી જગ્યાઓથી મચ્છરોના બ્રિડિંગ પણ મળી આવ્યા હતા. છેલ્લા 11 દિવસમાં પાણીજન્ય રોગોમાં ઝાડાઉલ્ટીના 98, કમળાના 73 ટાઇફોઇડના 115 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઇનડોર દર્દીઓના આંકડા જાહેર કર્યા છે. આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા તો 10 ગણી આંકવામાં આવી રહી છે.

આ પણ વાંચો:વડોદરામાં કોરોના ડેન્ગ્યુ પછી ચિકનગુનિયાનો કહેર

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. 2019 કરતાં ચિકનગુનિયાના 6 ગણાં વધારે કેસ નોંધાયેલા છે. તો એક આંકડાકીય માહિતી પ્રમાણે 2020 કરતાં અઢીગણા વધારે કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસ આ વખતે ચારગણાં વધુ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શહેરમાં ચિકનગુનિયાના 500, ડેન્ગ્યુના 875 કેસ નોંધાયા છે. તેની સામે 2020ના આ સમયગાળામાં ડેન્ગ્યુના 255 અને ચિકનગુનિયાના 196 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો:મહેસાણામાં ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુ અને મેલેરિયા અટકાવવા ગપ્પી માછલીઓ પ્રયોગ

તંત્ર આવ્યું હરકતમાં

રોગચાળોમાં થયેલા વધારાને લઈ અમદાવાદ મનપાએ ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતની વિવિધ મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે અત્યાર સુધીમાં 71,154 નાગરિકોના લોહીના નમૂના મેળવી તેમાં 42,254 સેમ્પલ તપાસ કરવામાં આવી છે. ડેન્ગ્યુ માટે પણ મનપાએ 21,56 સીરમ સેમ્પલ લીધા છે. 1.27 લાખ ઘરમાં સ્પ્રેનો છંટકાવ કરવામાં આ‌વ્યો છે. જ્યારે 6,781 જેટલા બિન રહેણાંક મકાનોમાં પણ સ્પ્રેની કામગીરી કરાઇ છે. શહેરના 37 તળાવમાં સફાઇ અભિયાન હાથ ધરાયુંં છે. ટાઈફોઈડના 115, કમળાના 73 કેસ નોંધાયા છે. જે માટે ક્લોરીન સહિતના ટેસ્ટની મનપા દ્વારા કાર્યવાહી કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details