ETV Bharat / city

વડોદરામાં કોરોના ડેન્ગ્યુ પછી ચિકનગુનિયાનો કહેર

author img

By

Published : Aug 6, 2021, 1:26 PM IST

વડોદરામાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કાળો કહેર વર્તાવી રહ્યો છે અને દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. પાણીજન્ય રોગચાળાએ નાગરવાડાની ત્રણ મહિલા નો ભોગ લીધો છે.

વડોદરામાં કોરોના ડેન્ગ્યુ પછી ચિકનગુનિયાનો કહેર
વડોદરામાં કોરોના ડેન્ગ્યુ પછી ચિકનગુનિયાનો કહેર

  • વડોદરામાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કાળો કહેર
  • મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશન નો ભોગ બન્યા છે
  • પાણીજન્ય રોગચાળાએ નાગરવાડાની ત્રણ મહિલાનો ભોગ લીધો

વડોદરા: શહેરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા સાથે પાણીજન્ય રોગચાળાને કારણે દવાખાનામાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશન(સિઝનલ ફ્લૂ)નો ભોગ બની રહ્યા છે. ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના દર્દી પણ ધીમી ગતિએ વધી રહ્યા છે. પાલિકાના ચોપડે છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યૂના 83 અને ચિકન ગુનિયાના 35 કેસ નોંધાયા છે.

હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો

શહેરની સરકારી ચેપી રોગની હોસ્પિટલ ખાતે જ ઝાડા-ઉલટીના 13 કોલેરાના 14 અને ટાઈફોડનો 1 દર્દી સારવાર હેઠળ છે. રોગચાળાને પગલે સયાજી હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનામાં દર 10 દર્દીમાં 8 દર્દી વાયરલ ઇન્ફેકશનના અને 2 ડેન્ગ્યૂના આવી રહ્યાં છે. સાથે ચિકનગુનિયાના કેસ પણ મળી રહ્યાં છે.વર્ષ 2019માં ડેન્ગ્યૂના 1247 અને ચિકનગુનિયાના 231 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. આ વખતે બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યૂના 16 કેસ હતા તે આંકડામાં સીધો 44નો ઉમેરો થયો છે. ચિકનગુનિયા ના પણ 2 અઠવાડિયા પેહલા માત્ર 3 કેસ હતા તેમાં હાલમાં 32નો ઉમેરો થયો છે પાલિકાએ 3 દિવસમાં કરેલા સર્વેમાં 500 થી વધુ તાવના દર્દીઓ નોંધાયા છે.

વડોદરામાં કોરોના ડેન્ગ્યુ પછી ચિકનગુનિયાનો કહેર

આ પણ વાંચો : આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ-2 નો પ્રારંભ

આંકડની હેરાફેરી

કોરોના કાળમાં જેમ કોરોના ના દર્દીઓના આંકડામાં છુપાવામાં આવી રહ્યા હતા તેજ રીતે વડોદરા તંત્ર દ્ધારા ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા સાથે પાણીજન્ય રોગચાળાના આંકડા છુપાવા માં આવી રહ્યા છે.મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન ર્ડો રાજેશ શાહે જણવ્યું હતું કે શહેર માં ડેન્ગ્યુ 83 અને ચીકનગુનિયાના 35 કેસ નોંધ્યાં છે જયારે વિપક્ષ નેતા અમી રાવતનું માનીએ તો શહેર માં ડેન્ગ્યુ ના 127 ચીકનગુનિયાના 69 કેસ નોંધ્યા છે.

આ પણ વાંચો : Sweety Patel case: અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.