ગુજરાત

gujarat

Rahul Gandhi Defemation Case : પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે હાઇકોર્ટમાં કરેલી અરજી ખેંચી પાછી

By

Published : Feb 22, 2023, 10:33 AM IST

પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસની અરજી કરી હતી. આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે સુરતની નીચલી કોર્ટને આ કેસનો નીવેડો લાવવા માટેના આદેશ આપી દીધા છે.

Rahul Gandhi Defemation Case : પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે હાઇકોર્ટમાં કરેલી અરજી ખેંચી પાછી
Rahul Gandhi Defemation Case : પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે હાઇકોર્ટમાં કરેલી અરજી ખેંચી પાછી

અમદાવાદ :રાજ્યના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસમાં કરેલી અરજીનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામેની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે અરજી હવે પરત ખેંચાઇ છે. પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં કરેલી અરજીને પાછી ખેંચી લીધી છે. હાઇકોર્ટમાં પડતર રહેલી અરજીના કારણે ટ્રાયલ કોર્ટમાં વિલંબ થતો હોવાથી આ અરજી પાછી ખેંચવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો : 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને કારણે પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા સુરતની કોર્ટમાં માનહનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની અંતર્ગત પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની સીડી તેને બતાવીને તેનો પુરાવો નોંધવામાં આવે તે પ્રકારની પૂર્ણેશ મોદીએ માંગણી કરી હતી, પરંતુ આ માંગણીને સુરત જિલ્લા અદાલતે ફગાવી દીધી હતી. પૂર્ણેશ મોદીની આ માંગને ફગાવતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અરજી પાછી ખેંચવાનું કારણ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમની આ અરજીનો સ્વીકાર કર્યો હતો. આ અરજીનો સ્વીકાર કરતા ગુજરાત હાઈકોર્ટ નીચલી કોર્ટને કેસની કાર્યવાહી સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો. જોકે ગુજરાત હાઇકોર્ટમાં ઘણા લાંબા સમયથી આ અરજી પડતર રહેવાના કારણે આ કેસમાં સુરતની કોર્ટમાં ટ્રાયલમાં વિલંબ થતો હતો. તેથી આ સમગ્ર મામલે પૂર્ણેશ મોદીની રજૂઆત હતી, તેમની પાસે હાલ તમામ પુરાવાઓ છે કે જેને તેઓ ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે, પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં આ બાબત પેન્ડિંગ હોવાના કારણે ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે. તેથી તેમની આ અરજીને તેઓ પાછી ખેંચવા માંગે છે. તેમજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અરજીને માન્ય રાખી હતી અને અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ હાઇકોર્ટે નીચલી કોર્ટને આ મામલે ઝડપથી નિર્દેશ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

શું છે સમગ્ર કેસ? :2019ના લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના પોલાર ખાતે જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોદી સમાજ અને ચોર જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં જે કૌભાંડો બહાર આવ્યા હતા. તેમાં મોટેભાગે નીરવ મોદી અને લલિત મોદીના નામ સામે આવ્યા હતા. આ વાતને લઈને રાહુલ ગાંધીએ જાહેરમાં જ પરથી કહ્યું હતું કે આ તમામ ગામડિયોની જરૂરના નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદીઓ ચોર હોય છે આવા પ્રકારનું નિવેદન આપવાની સાથે જ મોદી અટક ધરાવતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :Morbi Bridge Collapse : ઓરેવા ગ્રુપના વળતર સામે હાઇકોર્ટનો અસંતોષ, આવતીકાલે થશે વધુ સુનાવણી

રાહુલ ગાંધી વિરુદ્ધમાં માનહાનીનો કેસ : સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રધાન દ્વારા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન પોલીસ મોદીની રજૂઆત હતી કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની સીડી તેને બતાવીને તેનો પુરાવો નોંધવામાં આવે, પરંતુ પૂર્ણેશ મોદીની આ માંગણી સુરતની કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે આ સમગ્ર મામલે મહત્વનું છે કે, સુરતની કોર્ટમાં 27 ફેબ્રુઆરીના રોજ આ કેસની છેલ્લી સુનાવણી હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details