ETV Bharat / state

Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

author img

By

Published : Feb 17, 2023, 10:16 PM IST

Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો
Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

અમદાવાદની સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ હતી.

HCમાં રજૂ થયેલા રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તે અંગે આજે (શુક્રવારે) વધુ ચુનાવણી હાથ ધરાઈ હતી. આજે ગુજરાત હાઈકોર્ટે સાબરમતીમાં વધતા જતા પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જે પણ ગેરકાયદેસર કનેક્શન હોય તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સાથે જ કોર્ટ મિત્રએ સાબરમતી નદીના પ્રદૂષણને લઈને જે રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં ચોંકાવનારા ખૂલાસા થયા હતા.

આ પણ વાંચોઃ Important judgment of Gujarat High Court : 12 વર્ષ નાની વિદ્યાર્થિની સાથે દબાણપૂર્વક લગ્ન કરવા એ બળજબરી કહેવાય

HCએ ચિંતા વ્યક્ત કરીઃ આ સમગ્ર મામલે કોર્ટમિત્ર હેમાંગ શાહે જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં જે પણ કંપનીઓ પ્રદૂષિત પાણી છોડી રહી હતી. તેમને અગાઉ બંધ કરવામાં આવી હતી, પરંતુ દાણીલીમડા વિસ્તારની કેટલીક એવી નાનીમોટી કંપનીઓ છે, જે ફરી ગેરકાયદેસર કનેક્શન રીતે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવી રહી છે એવો ચોંકાવનારો ખૂલાસો થયો છે. આના કારણે સાબરમતી નદી વધુને વધુ પ્રદૂષિત થઈ રહી છે એવી પણ વિગતો સામે આવી છે. આવી કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. તેમ છતાં પણ ફરીથી એની એ જ વસ્તુ સામે આવતા હાઈકોર્ટે આ મામલે વધુ ચિંતા વ્યક્ત કરી છે.

HCના આદેશઃ આ સમગ્ર મામલે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે કે, જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. આવા ગેરકાયદેસર કનેક્શન ઔદ્યોગિક એકમના હોય કે, પછી રહેણાંક વિસ્તારના હોય તેને દૂર કરવામાં આવે. સાથે જ અમદાવાદ મેગા પાઈપલાઈનમાં પણ જે ડિફલ્ટીંગની કામગીરી છે. તે પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટ તરફથી 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

HCએ પહેલા કરી હતી ટકોરઃ નોંધનીય છે કે, ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણને અંગે તંત્રની ઝાટકણી કાઢી હતી. સાથે જ આટલું પ્રદૂષિત અને દૂષિત પાણી નહીં ચલાવી લેવાય તે અંગે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ ટકોર કરવામાં આવી હતી.

બીજા ક્રમાંકે હતીઃ મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી વધુ પ્રદૂષિત નદી બની છે. સાબરમતી નદી 292 મિલિગ્રામ પ્રતિલિટરના બીઓડી સાથે બીજા ક્રમે આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat HC: ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી ન જાય એટલે રાજસ્થાન પોલીસે HCમાં રજૂ કરી એફિડેવિટ

HCએ કરી સુઓમોટોઃ સાબરમતી નદીના ગેરકાયદેસર કનેક્શન અને વધી રહેલા પ્રદૂષણને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી હતી. ન્યાયતંત્ર દ્વારા સાબરમતી નદીને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ સાબરમતી નદીના પ્રદૂષણની સ્થિતિ એવીને એવી જ છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ સુનવણી 17 માર્ચે હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.