ગુજરાત

gujarat

અમદાવાદમાં મોદી-ટ્રમ્પ રોડ શો: 2 કીમી સુધી બેરીકેટિંગ કરાઈ

By

Published : Feb 22, 2020, 6:43 PM IST

અમદાવાદમાં 24મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપવા મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ અમદાવાદ આવશે. ત્યારે રોડ શોના 22 કિલોમીટરના વિસ્તારમાં બેરીકેટિંગ કરવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

મોદી-ટ્રમ્પ રોડ શો: 2 કીમી સુધી બેરીકેટિંગ કરાઈ
મોદી-ટ્રમ્પ રોડ શો: 2 કીમી સુધી બેરીકેટિંગ કરાઈ

અમદાવાદઃ એરપોર્ટ પર ગુજરાત પોલીસ દ્વારા બેરિકેટીંગ કરવામાં આવ્યું છે. જેમાં આવતા જતા વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. સ્નીફર ડોગની પણ મદદ લેવાઈ રહી છે. સુરક્ષામાં કોઈ કચાશ બાકી ન રહી જાય તે માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરી સમીક્ષા કરવામાં આવી રહી છે.

24મી ફેબ્રુઆરીના રોજ જ્યારે બંને મહાનુભાવ અમદાવાદ આવશે ત્યારે, એક દિવસ માટે ઉત્તર ઝોનના 8 જેટલા રસ્તા વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક સોસાયટીઓના રહીશો માટે શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી રહી છે. વૈકલ્પિક રૂટ વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે.

મોદી-ટ્રમ્પ રોડ શો: 2 કીમી સુધી બેરીકેટિંગ કરાઈ
અમદાવાદમાં લગભગ 10 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યના 13 જિલ્લામાંથી પોલીસ કાફલો એરપોર્ટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રૂટ પર ખડકી દેવામાં આવ્યો છે. તમામ જગ્યાએ બેરીકેટિંગ કરવામાં આવ્યું છે જેથી 10 લાખ લોકોની માનવ મેદની વચ્ચે રોડ શો દરમિયાન કોઈ અસુવિધા ઉભી થઇ શકે નહિ.

ABOUT THE AUTHOR

...view details